કૉફી સામે જોવાથી જ કિક લાગી જાય તો કેવું?

03 April, 2019 12:43 PM IST  | 

કૉફી સામે જોવાથી જ કિક લાગી જાય તો કેવું?

કૉફી

હેલ્થ બુલેટિન

કૉફીની લતથી કંટાળેલા અથવા કૅફેઇનથી છૂટકારો પામવા માગતા લોકો માટે ગુડ ન્યુઝ છે. યુનિવર્સિટી ઑફ ટૉરન્ટોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કૉફી પીવાથી જ નહીં, પણ કૉફીને માત્ર જોવાથી જ કિક લાગી શકે છે. સંશોધકોનું માનવું છે કે માનવ મગજમાં કૉફી એ ઉત્તેજનાત્મક પદાર્થ છે એવું સ્ટોર થયેલું છે. હવે એ વ્યક્તિ માત્ર કૉફીને જુએ તો પણ કૉફી સાથે સંકળાયેલી ઉત્તેજના જન્મી શકે છે અને કૉફી પીવાથી તમારા મગજના જે એરિયા ઉત્તેજિત થવાના હતા અથવા જાગવાના હતા એ કામ માત્ર જોવાથી જ થઈ જાય છે. અત્યાર સુધી કૉફીની ફિઝિકલી અસર પર જ વાતો થતી હતી. હવે એની સાઇકોલૉજિકલ ઇફેક્ટ તરફ પણ વૈજ્ઞાનિકોએ ધ્યાન આપ્યું છે.

આ પણ વાંચો : હવે હેર ડ્રાયર કહી આપશે કે તમને ભવિષ્યમાં હૃદયરોગ થશે કે નહીં

life and style