હવે હેર ડ્રાયર કહી આપશે કે તમને ભવિષ્યમાં હૃદયરોગ થશે કે નહીં

03 April, 2019 12:42 PM IST  | 

હવે હેર ડ્રાયર કહી આપશે કે તમને ભવિષ્યમાં હૃદયરોગ થશે કે નહીં

હેર ડ્રાયર

હેલ્થ બુલેટિન

તાજેતરમાં ફ્રાન્સમાં એક ખાસ ડિવાઇસ બનાવીને લગભગ સો જેટલા લોકો પર એનો અખતરો પણ કરી લેવામાં આવ્યો છે. એક વિશેષ પ્રકારનું હેર ડ્રાયર છે જે તમારી ત્વચામાં લેઝર કિરણો નાખીને જાણી આપશે કે તમને આવનારા સમયમાં હૃદયરોગ થવાની સંભાવના છે કે નહીં. આ મશીનમાં એક કમ્પ્યુટર ચીપ છે જે તમારી સ્કિનની અંદર રહેલી રક્ત નલિકાઓ પર પડતા લેઝર લાઇટની સ્પીડ અને ડાયરેક્સન પરથી હૃદયની ધમનીઓની સ્ટિફનેસનું ઍનૅલિસિસ કરશે. મોટે ભાગે હાર્ટની રક્ત નલિકાઓ લચીલી હોય છે જેથી બ્લડ ફ્લો સ્મૂથલી થઈ શકે. જ્યારે આ નલિકાઓ સ્ટિફ હોય તો એ બ્લડ ફ્લો અનુસાર સ્ટ્રેચ થઈ શકતી નથી જે આ ધમનીઓમાં બ્લૉકેજની સંભાવના વધારી દે છે.

આ પણ વાંચો : વજન ઘટાડવુ છે તો ખાઓ લાલ મરચુ

 

life and style