હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો

03 July, 2019 11:41 AM IST  |  મુંબઈ ડેસ્ક

હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો

વૉટ્સએપ છે હેલ્થ માટે સારું.

હેલ્થ બુલેટિન

મેડિકલ વિશ્વ સતત નવાં-નવાં સંશોધન કરતું રહે છે જેમાં ઘણી વાર તેમનાં જ સંશોધનોથી પહેલાં આવેલા તારણ કરતાં અન્ય સંશોધનોમાં વિરોધાભાસી તારણ આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે. તાજેતરમાં એવું જ એક સંશોધન લંડનની એડ્જ હિલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે કે વૉટ્સઍપ પર પોતાના મિત્રો સાથે અને પરિવાર સાથે વાત કરવામાં સમય પસાર કરો તો એ તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. તેમના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે જે લોકો વધુ સમય સોશ્યલ પ્લૅટફૉર્મ પર ઇન્ટરેક્શન કરવામાં વિતાવતા હતા તેમનું સેલ્ફ એસ્ટિમ સારું હતું અને તેમનામાં એકલતાની લાગણી પણ ઓછી હતી. અત્યાર સુધીનાં રિસર્ચો એવું કહેતાં હતાં કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ પ્લૅટફૉર્મ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ કરે છે અને અનેક પ્રકારના માનસિક રોગોને આમંત્રણ આપે છે. હવે આ મહાશયો નવું ગતકડું લાવ્યા છે જેમાં તેમનું કહેવું છે કે આ બધું તો સારું છે, તમતમારે વાપરો. ૨૦૧૬માં કોપનહેગનની યુનિવર્સિટીએ કરેલા સર્વેમાં રિસર્ચરો એવું શોધી લાવ્યા હતા કે ફેસબુક તમારામાં ઈર્ષ્યા તત્ત્વ વધારે છે. આવા હજીયે ઘણાં રિસરર્ચ થતાં રહેવાનાં. એક જ વાત યાદ રાખવી કે અતિની નહીં ગતિ. ફેસબુક હોય, વૉટ્સઍપ હોય કે પછી બીજાં કોઈ પણ પ્લૅટફૉર્મ કેમ ન હોય, મર્યાદામાં રહીને વાપરશો તો એમાંનાં એકેય નુકસાન નહીં કરે એની ગૅરન્ટી અમે આપીએ છીએ એ પણ એકેય જાતના સંશોધન વિના.

આ પણ વાંચો : પુરુષોમાં પણ જોવા મળે છે પીએમએસ સિન્ડ્રૉમ

health tips