વર્ક-પ્લેસ પર બોન્સાઇ અથવા પ્લાન્ટ રાખશો તો સ્ટ્રેસ ગાયબ થઈ જશે

03 February, 2020 05:26 PM IST  |  Mumbai

વર્ક-પ્લેસ પર બોન્સાઇ અથવા પ્લાન્ટ રાખશો તો સ્ટ્રેસ ગાયબ થઈ જશે

બોન્સાઇ

આજની વર્કલાઇફ જ એવી છે કે જ્યાં ઑફિસમાં સ્ટ્રેસ અને ટેન્શન ન હોય એવું સંભવ જ નથી. ટાર્ગેટ પૂરાં કરવાની ચિંતા અને ડેડલાઇન જાળવવાની ઉતાવળ તમે ન ઇચ્છતા હો એમ છતાં સ્ટ્રેસ હૉર્મોન્સ પેદા કરી જ દે છે. વર્કપ્લેસ પર પરિસ્થિતિઓ પણ એવી હોય છે કે જ્યાં તમે જવાબદારીમાંથી હટી પણ ન શકો. જોકે જપાનના રિસર્ચરોએ એનો મસ્ત ઉપાય કાઢ્યો છે. તેમના કહેવા મુજબ જો તમારા વર્કપ્લેસ પર હરિયાળી રાખશો તો કુદરતી રીતે જ  શરીર સ્ટ્રેસ ઓછો ફીલ કરશે.

પરિસ્થિતિઓ એ જ રહે અને કુદરતી વનસ્પતિઓની હાજરીને કારણે બૉડીનું ટેન્શન સામેનું રિઍક્શન બદલાઈ જાય છે. નેચરથી નજદીકી ધરાવતા લોકો સ્ટ્રેસફુલ કન્ડિશનમાં પણ ઓછી તાણ અનુભવે છે અને એ માટે સંશોધકોએ હાર્ટ રેટનું મૉનિટરિંગ પણ કર્યું છે. ઑફિસમાં બોન્સાઇ, કૅક્ટસ કે અન્ય ઇન્ડોર પ્લાન્ટ્સ ચાર વીક સુધી રાખ્યા પહેલાં અને પછી એમ બન્ને સમયે રિસર્ચરોએ પ્રોફેશનલ્સનું રિઍક્શન તેમ જ હાર્ટ-રેટ માપીને તારવ્યું છે કે કુદરતની નિશ્રાને કારણે નવથી પાંચની સ્ટ્રેસફુલ જૉબમાં પણ વ્યક્તિ હળવાશ અનુભવી શકે છે. 

health tips