ઇમ્યુનિટી નબળી ન પાડવી હોય તો નમક ઓછું ખાજો

01 April, 2020 06:14 PM IST  |  Mumbai | Health Bulletin

ઇમ્યુનિટી નબળી ન પાડવી હોય તો નમક ઓછું ખાજો

પ્રતીકાત્મક તસવીર

હાલમાં સૌને ચિંતા છે કે ઇમ્યુનિટી કઈ રીતે સુધારવી જેથી કોરોનાવાઇરસનો ચેપ તેમને ન લાગે. નિષ્ણાતોનું કહેવું છે કે જે જનરલ ચીજોથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એનું ધ્યાન રાખવાની સાથે શું ન કરવું જેથી ઇમ્યુનિટી નબળી ન પડે એ પણ ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે.  સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન નામની જર્નલમાં જર્મનીની યુનિવર્સિટી ઑફ બોને કરેલા અભ્યાસના તારણો છપાયેલાં છે. એમાં સ્પષ્ટ જણાવાયું છે કે વધુપડતું સૉલ્ટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વાઇરલ તેમ જ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે મોટા ભાગે જે ચીજોમાં એડિશનલ સૉલ્ટ હોય છે એમાં ફૅટ કન્ટેન્ટ પણ વધુ હોય છે. ખાસ કરીને ફાસ્ટ-ફૂડમાં આવું બને છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલી માત્રા મુજબ પાંચ ગ્રામથી વધુ નમક ખાવાથી રોગપ્રતિકારક્ષમતા નબળી પડે છે. પાંચ ગ્રામ એટલે લગભગ એક ચમચી. આ જ વાત ઇન્ફેક્શન થયું હોય ત્યારે પણ લાગુ પડે છે. યુનિવર્સિટી ઑફ વુર્ઝબર્ગના નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે પાંચ ગ્રામ કરતાં વધુ મીઠું ડાયટમાં નિયમિત લેતા હો તો શરીરમાં થયેલા ઇન્ફેક્શનને હીલ થવામાં પણ વધુ વાર લાગે છે. જે લોકો હાઈ-સૉલ્ટ ડાયટ લેતા હોય છે તેમની બરોળ અને લિવરમાં રોગ પેદા કરતા પૅથોજન્સની સંખ્યા ૧૦૦ ગણી વધુ હોય છે.

health tips