વાળને હેરબૅન્કમાં ડિપોઝિટ કરી દો, ટાલ પડશે ત્યારે કામ લાગશે

16 August, 2019 11:27 AM IST  |  મુંબઈ ડેસ્ક

વાળને હેરબૅન્કમાં ડિપોઝિટ કરી દો, ટાલ પડશે ત્યારે કામ લાગશે

વાળ

હેલ્થ બુલેટિન

પુરુષોએ હવે માથાના વાળ ઓછા થઈ જવાની કે ટાલ પડશે ત્યારે શું થશે એવી ચિંતા કરવાની જરૂર નથી. વિદેશમાં તમારા માથાના અંદરના કોષો (હેર ફોસિલ)ને વર્ષોવર્ષ સાચવી શકાય એવી બૅન્ક ખૂલવાની તૈયારીમાં છે. બે હજાર યુરોના ખર્ચે ફરીથી પોતાના જ વાળ મેળવી શકાય એવી ટેક્નૉલૉજી હેરક્લોન નામની કંપનીએ વિકસાવી છે.

યુકેના હ્યુમન ટિશ્યુ ઑથોરિટી સેલ્સે બાયોટેક્નૉલૉજીના ક્ષેત્રમાં જાણીતી કંપની હેરક્લોનને કસ્ટમરના હેર ફોિસલને ફ્રિજ કરવાની પરવાનગી આપી છે. માથામાં વાળનો જથ્થો વધુ હોય ત્યારે ૧૦૦ જેટલા ફોસિલને માઇનસ ૧૮૦ ડિગ્રી તાપમાનમાં ફ્રિજ કરી રાખવામાં આવશે. ભવિષ્યમાં ટાલ પડે ત્યારે તમારા જ સાચવીને રાખેલા હેર ફોસિલને લૅબોરેટરીમાં મલ્ટિપ્લાય કરી ફરીથી માથામાં ઇન્જેક્ટ કરવામાં આવશે. આ પ્રકારની ટેક્નૉલૉજીનો પ્રથમ વાર ઉપયોગ થઈ રહ્યો છે. કંપનીએ આ નવતર ટેક્નૉલૉજીને ઍન્ટિએજિંગ ઇન્શ્યૉરન્સ પૉલિસી તરીકે ઓળખાવી છે. અઢાર વર્ષથી વધુની વયની કોઈ પણ વ્યક્તિ પોતાના હેર ફોસિલ અહીં સ્ટોર કરાવી શકે છે.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

અમેરિકાનાં આઠ રાજ્યોમાં દરદીને સ્વૈચ્છિક મૃત્યુની પરવાનગી આપતાં કાયદા છે

અમેરિકાનાં આઠ રાજ્યમાં સાઇક્યિાટ્રિસ્ટ સ્ક્રીનિંગ બાદ ગંભીર રોગના દરદી ઇચ્છે તો પોતાનું જીવન ટૂંકાવી શકે છે એવા કાયદા અમલમાં છે. કૅલિફૉર્નિયા, કોલોરાડો, હવાઇ, મેને, ઓરેગોન, વર્મોન્ટ, વૉશિંગ્ટન અને ન્યુ જર્સીએ ગંભીર રોગ સામે ઝઝૂમી રહેલા અને અસ્થાયી રીતે બીમાર રહેતા દરદીઓને રાહત આપવા સ્વૈચ્છિક મૃત્યુનો કાયદો ઘડી કાઢ્યો છે. છ મહિના કે એનાથી પણ ઓછા સમયમાં જીવનનો અંત આણવા માગતા દરદીઓ ડૉક્ટરનો સંપર્ક કરી શકે છે. રોગના નિદાન અને દરદીની માનસિક સ્થિતિ જાણ્યા બાદ ડૉક્ટર તેમને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે ને એ પ્રમાણે દવા લઈ મૃત્યુ પ્રાપ્ત કરી શકાશે. જોકે વિશ્વના અન્ય દેશોની જેમ ભૂતકાળમાં અમેરિકામાં પણ આ કાયદાને લઈ ઘણો વિવાદ થયો છે. ૨૦૦૬માં પ્યુ રિસર્ચ સેન્ટર પોલ દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર ૪૨ ટકા અમેરિકનોએ કહ્યું હતું કે તેમના ઓછામાં ઓછા એક સંબંધી અથવા મિત્ર ગંભીર રોગથી પીડાય છે. પોતાના પ્રિયજનને પીડાતા જોઈ તેમને થતું હતું કે હવે તેઓ મૃત્યુ પામે તો સારું. સ્વૈચ્છિક મૃત્યુના કાયદાને ૮૦ ટકા અમેરિકનોએ સપોર્ટ કર્યો છે.

health tips