બોલો, ફેક સ્માઇલ આપનારાઓ વધુ દારૂ પીએ છે

06 June, 2019 02:32 PM IST  |  મુંબઈ

બોલો, ફેક સ્માઇલ આપનારાઓ વધુ દારૂ પીએ છે

ફૅક સ્માઈલ

જો તમે કામકાજના સ્થળે ખોટેખોટું હસતા હો તો ચેતી જજો. રિસર્ચ કહે છે કે ફેક સ્માઇલ આપનારી વ્યક્તિની ડ્રિન્કિંગ હૅબિટની પૅટર્ન ચેન્જ થઈ જાય છે. જર્નલ ઑફ ઑક્યુપેશન હેલ્થ સાઇકોલૉજીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આખો દિવસ સ્માઇલ આપતાં રહેવી પડે એવા પ્રોફેશનલ સાથે સંકળાયેલા લોકો ઑફિસ અવર્સ બાદ વધુ પ્રમાણમાં આલ્કોહૉલનું સેવન કરે છે. અમેરિકાની બફેલો યુનિવર્સિટીના સંશોધકોએ પંદરસો જેટલા પ્રોફેશનલની સાથે વાતચીત કર્યા બાદ શોધી કાઢ્યું હતું કે કસ્ટમર સર્વિસિસ, નર્સિંગ અને ટીચિંગ જેવા પબ્લિક સેક્ટરમાં કામ કરતા લોકો સ્માઇલ આપવાની ઍક્ટિંગ કરીને કંટાળી જાય છે અને પછી વધુ દારૂ પીવા લાગે છે.

આ પણ વાંચો : હૃદયને સ્ટ્રૉન્ગ બનાવવા બ્લુબેરી ખાઓ

અન્ય સેક્ટરમાં કામ કરતા લોકોની સરખામણીએ તેઓ વ્યસનના રવાડે જલદી ચડે છે. સંશોધકોનું કહેવું છે કે કામકાજના સ્થળે ઇમોશન્સને કન્ટ્રોલમાં કરવાની ફરજ પડતાં તેઓ ઘણી વાર હતાશ થઈ જાય છે જે તેમની ઓવરઑલ હેલ્થ માટે પણ ખરાબ કહેવાય.

health tips