હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં ચેતજો, નહીં તો થઈ જશો હેરાન

22 March, 2019 03:57 PM IST  | 

હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં ચેતજો, નહીં તો થઈ જશો હેરાન

હેર ટ્રાન્સ્પ્લાન્ટ

ટેન્શન વધવાને કારણે કે અન્ય કારણોસર તાજેતરમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગયેલી જોવા મળે છે. વાળનો ગ્રોથ ઓછો હોવાથી સ્ત્રીઓની સુંદરતા પર પણ અસર થતી હોય છે. સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરવામાં તેમના વાળ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ અયોગ્ય ખાણીપીણી તેમજ વધતો જતો સ્ટ્રેસ અને ટેન્શનને લીધે મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે અને વધુ વાળ ખરવાથી માથે ટાલ પડી જતી જોવા મળે છે. આવી કેટલીય વાળને લાગતી સમસ્યાઓને દૂર કરવા માટે હેર ટ્રાન્સ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ તરફ લોકો વળી રહ્યા છે. પણ આ ટ્રીટમેન્ટ સરળ હોતી નથી. તમારા ગમતાં બોલીવુડ સ્ટાર્સ જેમ કે સલમાન ખાનથી લઈને કેટલાય સુપર સ્ટાર્સે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવેલ છે. જો તમે પણ તમારા મનગમતાં સ્ટાર્સ જેવા દેખાવા માટે હેર ટ્રાન્સ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવવા માગો છો તો તે પહેલાં આ કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જે જાણ્યા બાદ તમારે પાછળથી પસ્તાવવું નહીં પડે.

હેર ટ્રાન્સ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ પહેલાં શું કરવું?

1. સર્જરી પહેલાં તમારા વાળને સવારે અને સાંજે બે વાર બરાબર રીતે ધોવા. આમ કરવાથી સ્કૅલ્પમાં કોઈપણ પ્રકારની ગંદકી રહેશે નહીં જેના કારણે તમને કોઈપણ પ્રકારની એલર્જિની શક્યતા ઘટી જશે.

2. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જતી વખતે લૂઝ કપડાં પહેરવા. માથું ખુલ્લું રહેવા દેવું.

3. જો તમે ડાયાબિટિક છો તો તમારે સર્જરી પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી કે તમારે ઈન્સ્યુલિન અને ડાયાબિટિઝની ગોળીઓ કઈ રીતે લેવી.

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતાં પહેલાં શું ન કરવું?

1. હેર ટ્રાન્સ્પ્લાન્ટ એક પ્રકારની સર્જરી છે તેથી આવી સર્જરી પહેલા વાળ પર કોઈ પણ પ્રકારના કેમિકલ લગાડવા નહીં. 10 દિવસ પહેલા કોઈપણ હેરસ્પા જેવી ટ્રીટમેન્ટ ન લેવી.

2. હેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા એક અઠવાડિયા સુધી એસ્પિરિન કે એવી કોઈપણ એન્ટિબાયોટિક દવાઓનું સેવન કરવું નહીં.

3. સર્જરી પહેલા એક અઠવાડિયા સુધી આલ્કોહોલ, ધુમ્રપાન અને વિટામિન એ, બી કે અન્ય કોઈ સપ્લીમેન્ટ્સ લેવી નહીં.

4. સર્જરીથી થોડાં સમય પહેલા વાળનું કલરિંગ કે કટિંગ કરવું નહીં.

આ પણ વાંચો : બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં આ રીતે મદદરૂપ થશે ઈંડા

હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવતાં પહેલાં આ ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવું

ક્યાંથી હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવું - જો તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારો છો તો આ બાબતે તમારે ધ્યાન રાખવું કે તમે જે જગ્યાએથી હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવો છો, એટલે કે ક્લિનીક કેવું છે તેનું ખાસ ધ્યાન રાખવું. કોઈપણ પ્રકારને જાહેરાતમાં ભોળવાઈ જવા જેવી ભૂલ ન કરવી.

ડૉક્ટરનો રેકૉર્ડ - હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવતાં પહેલાં જાણી લેવું કે ડૉક્ટરનો રૅકૉર્ડ કેવો રહ્યો છે તે હૅર ટ્રાન્સ્પ્લાન્ટમાં ઍક્સપર્ટ છે કે નહીં તેની સાવચેતી રાખવી.

હેર ટ્રાન્સ્પ્લાન્ટનો ખર્ચ - હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવા પહેલા બજેટનું ધ્યાન રાખવું. હકીકતે હેર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવું ખૂબ ખર્ચાળ હોય છે તેથી પહેલા બજેટ જાણી લેવું અને પછી જ આગળ પગલું ભરવું.

હેર ટ્રાન્સ્પ્લાન્ટ ટૅક્નોલોજી - હેર ટ્રાન્સ્પ્લાન્ટ પહેલા ટેક્નિક વિશે માહિતી હોવી આવશ્યક છે કે કઈ ટેક્નિકનો ઉપયોગ થવાનો છે તેની જાણ તમને હોવી જોઈએ.

fashion life and style