ઉનાળામાં ગરમી અને લૂ થી બચાવશે આ ગુજરાતી પીણું

28 March, 2019 03:53 PM IST  | 

ઉનાળામાં ગરમી અને લૂ થી બચાવશે આ ગુજરાતી પીણું

આ ઉનાળામાં ગરમીથી રાહત અપાવશે છાશ

ગુજરાતીઓનું ઑલટાઈમ ફેવરિટ પીણું એટલે છાશ. કોઈપણ પ્રસંગ હોય કે ઘરનું જમવાનું, છાશ વગર બધું અધુરું છે. છાશ પીવાના અનેક ફાયદાઓ છે. એટલે જ છાશને અમૃતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

શા માટે છાશ છે અમૃત?
છાશ દહીં અને પાણીથી બને છે. સાથે તેમાં જરૂર પ્રમાણે મસાલા, નિમક પણ ઉમેરવામાં આવે છે. છાશમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. સાથે તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઈડ્રેટ્સ ફાયદાકારક છે.

શું છે છાશના ફાયદા?
ભોજપ સાથે કોઈ પ્રવાહી લેવું જરૂરી છે. જેથી ભોજન પચવામાં સરળતા રહે છે. ભોજન સાથે  છાશ લેવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. અને ગરમીથી બચવા માટે છાશ રામબાણ ઈલાજ છે. છાશ શરીરને ઊર્જા આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.


ગરમીમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ સૌથી વધારે સામે આવતી હોય છે. ત્યારે ગરમીમાં છાશનું સેવન શરીરમાં પ્રવાહીની માત્રાને જાળવી રાખે છે. સાથે તેમાં ફેટ ઓછી હોય છે. એટલે તે હ્રદય માટે પણ સારી છે.

ઉનાળામાં ભોજન સાથે ઠંડી છાશ તમને શીતળતાનો અનુભવ કરાવશે. સાથે જ વધુ ઠંડક મેળવવા માટે તેમાં ફુદીનો ભેળવવામાં આવે છે. નમક અને જીરું નાખેલી છાશ ઉનાળામાં પાચન ક્રિયાને સતેજ બનાવે છે.

ન માત્ર પાચન પરંતુ વાળ અને આંખ માટે પણ છાશ અત્યંત લાભકારી છે.

આ પણ વાંચોઃ જાણો ચટપટી કૅપ્સિકમ પૅટિસ ઘરે બનાવવાની રીત

તો, છાશ એક અને તેના ફાયદા અનેક. તેને બનાવવાની રીત પણ સાવ સરળ છે. દહીં લો, તેમાં પાણી નાખો અને તેને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી દો. છાશ તૈયાર છે. તેમાં તમારી જરૂર અને પસંદ પ્રમાણે મસાલાઓ પણ નાખી શકો છો. તમે પણ તમારા ડાયેટમાં સામેલ કરો છાશ અને ઉનાળામાં ગરમીથી મેળવો રાહત!