Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો ચટપટી કૅપ્સિકમ પૅટિસ ઘરે બનાવવાની રીત

જાણો ચટપટી કૅપ્સિકમ પૅટિસ ઘરે બનાવવાની રીત

28 March, 2019 11:56 AM IST |
ધર્મિન લાઠિયા

જાણો ચટપટી કૅપ્સિકમ પૅટિસ ઘરે બનાવવાની રીત

કૅપ્સિકમ પૅટિસ

કૅપ્સિકમ પૅટિસ


આજની વાનગી

સામગ્રી



* ૨૫૦ ગ્રામ કૅપ્સિકમ


* ૫૦ ગ્રામ ચણાનો લોટ

* ૧ ટેબલ-સ્પૂન તલ


* ૧ ટી-સ્પૂન ખસખસ

* ૨ ટેબલ-સ્પૂન કોપરાનું ખમણ

* ૧ ટી-સ્પૂન ખાંડ

* ૧ ટી-સ્પૂન ગરમ મસાલો

* ૧ ટી-સ્પૂન ધાણાજીરું

* ૫૦ ગ્રામ વર્મિસેલીનો ભૂકો

* ૧ કપ લીલા ધાણા

* ૧ નંગ લીંબુ

* મીઠુ, તેલ, હિંગ પ્રમાણસર

* ૫૦૦ ગ્રામ બટાટા

* ૩ નંગ લીલાં મરચાં

* ૧ કટકો આદું

૫૦ ગ્રામ આરાલોટ

રીત

મરચાંને ધોઈ, બી કાઢીને સમારવાં. એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાખીને મરચાં વઘારવાં. થોડાં પાકે એટલે એમાં ચણાનો લોટ અને મીઠું નાખવું. ચણાનો લોટ શેકાય એટલે તલ, ખસખસ, કોપરાનું ખમણ, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને વર્મિસેલીને થોડા તેલમાં સાંતળી નાખવાં. પછી ઉતારીને લીંબુનો રસ અને લીલા ધાણા નાખવાં.

આ પણ વાંચો : ચટણીઓ બનાવવા અને ખાવાના શોખીન છે ગુજરાતીઓ....

બટાટાને બાફી છોલીને માવો બનાવવો. એમાં મીઠું અને આદું-મરચાં નાખવાં. આરાલોટનું અટામણ લઈ બટાટાની થેપલી બનાવવી. એમાં મસાલો ભરી સરસ પૅટીસ બનાવવી. ગરમ તેલમાં તળીને એને ચટણી સાથે સર્વ કરવી.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 11:56 AM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK