'પાવર યોગ' અને 'હોટ યોગ' કરીને મેળવો કરીના જેવું ઝીરો ફિગર

20 June, 2019 11:14 AM IST  |  મુંબઈ

'પાવર યોગ' અને 'હોટ યોગ' કરીને મેળવો કરીના જેવું ઝીરો ફિગર

યોગ દિવસ

કાલે એટલે 21 જૂન 2019ના રોજ ઈન્ટરનેશનલ યોગ દિવસ તરીકે ઉજવીએ છે. કરીના કપૂર બૉલિવુડની સૌથી સુંદર અને ફિટ એક્ટ્રેસીસમાંથી એક છે. કરીના તેની સ્લિમ, ઝીરો સાઈઝ ફિટનેસ માટે વર્કઆઉટ, ડાયટ પ્લાન્સ અને શિસ્ત જીવનશૈલીને કારણ માને છે. કરીના યોગ લવર છે. તેનું માનવું છે કે યોગ શરીર, મગજ અને સ્વાસ્થયના વધુ સારા તાલમેલ માટે ખૂબ જ જરૂરી હોય છે.

કરીના રોજ એક-બે કલાક સુધી યોગ કરે છે. મોટે ભાગે તે 'પાવર યોગ' અને 'હોટ યોગ' કરવાનું પસંદ કરે છે યોગનાં આ બે આધુનિક સ્વરૂપનો આજે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો પાવર યોગ અને હોટ યોગના ફાયદાઓ.

શું છે 'પાવર યોગ'

પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાક અન્ય આસનોને ભેગા કરને બનાવવામાં આવ્યા છે. પાગર યોગા એક પ્રકારના યોગ છે જેમા માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય કાઢવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે, સારો એવો પરસેવો પણ છૂટે છે અને શરીરમાં તાજગીનો અનુભવ થાય છે.

પાવર યોગાથી થતા લાભ

- કેલરી બર્ન થાય છે
- શરીરનો સ્ટેમિના, તાકાત અને ફ્લેક્સિબિલિટી વધે છે.
- બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
- પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
- તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

શું પાવર યોગા અન્ય કાર્ડિયો અને તાકાત વધારનારી કસરતો કરતા વધુ સારા હોય છે?

જ્યાં એક કલાક પાવર યોગા કરવાથી શરીરની 200 કેલરી બર્ન થાય છે ત્યાંજ બીજી કસરતો, જેવી કે એરોબિક્સ, સ્વિમિંગ અને જોગિંગથી 1 કલાકમાં 300થી 400 સુધીની કેલરી બર્ન થઈ જાય છે. પણ પાવર યોગા તમારા શરીરને સારી રીતે ટોન કરે છે, એ પણ શરીરના કોઈપણ ભાગ પર વગર કોઈ ભાર આપે તે માટે આ યોગ વૃદ્ધ લોકો માટે બહુ સારો ગણાય છે કારણકે તેના સ્નાયુઓ અને હાડકાં પર કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણવાર પાવર યોગા કરવાના ભૂલવુ નહીં. આ પાવર યોગા કરવાથી શરીરની કેલરી બળવાની ક્ષમતા વધે છે જેનાથી સરળતાથી સ્થૂળતા ઓછી કરીને આકર્ષક આકાર આપી શકાય છે. જો કમરમાં દુખાવો હોય તો પણ આ કરવાથી કરોડરજ્જુને તાકાત મળે છે.

પાવર યોગા વજન ઉતારવામાં સટીક છે જાણો કેવી રીતે

પાવર યોગમાં સખત અને સતત ક્રિયાઓ કરવાની હોય છે. એમાં એક જ ક્રિયાને ઝડપથી સતત વારંવાર કરવામાં આવે છે. બધુ જોર શારીરિક શક્તિ અને લચક ઉપર હોય છે. સતત ક્રિયાઓ કરવાથી પસીનો વધુ નીકળે છે. એનાથી વજન ઝડપથી ઘટે છે.

પાવર યોગા ઝડપથી ફાયદો મેળવવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ પાવર યોગા જ્યાં સુધી કરવામાં આવે છે ત્યાં સુધી જ તેના ફાયદા મળે છે. આ યોગ બંધ કર્યા પછી શરીરમાં શિથિલતા આવી શકે છે. આ કારણે જ- પાવર યોગ કોઈ યોગના નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને જ કરવા જોઈએ.

શું છે 'હોટ યોગ'

હોટ યોગ 90 મિનિટમાં કરવામાં આવતા પ્રાચીન યોગનું એક આધુનિકા સ્વરૂપ છે. તેમાં 26 જટીલ આસન અને બે પ્રાણાયામ સામેલ છે. તે એક એવામાં રૂમમાં કરવામાં આવે છે, જ્યાં તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કે તેનાથી ઉપર રાખવામાં આવે છે. આ સિવાય ત્યાંનુ ભેજનું પ્રમાણ 50 ટકાની આસપાસ હોય છે.

આ પણ વાંચો : કૅન્સરના દરદીની આવરદા વધારવામાં વિટામિન ડીનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ

હોટ યોગથી થશે આ ફાયદા

ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સાંધાના દુખાવાના ઉપચારમાં, તણાવ દૂર કરવામાં, વધતી ઉંમરની અસર રોકવામાં તથા હ્રદય સંબંધિત બીમારીઓથી બચાવવામાં હોટ યોગ ખૂબ જ ફાયદાકારક છે.

health tips yoga