ફર્સ્ટ ઇમ્પ્રેશન કાયમી નથી, એ છ મહિના સુધી જ રહે છે

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Health Bulletin

ફર્સ્ટ ઇમ્પ્રેશન કાયમી નથી, એ છ મહિના સુધી જ રહે છે

પ્રતીકાત્મક તસવીર

ઇમ્પ્રેશન માટે આપણે ત્યાં કહેવત છે પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ બારણામાં. નોકરી મેળવવાની હોય કે ડેટ પર જવાનું હોય ત્યારે પહેલી નજરમાં જ લોકો બીજા પર કેવી છાપ ઉપસાવી શકશે એની ચિંતામાં હોય છે. મોટા ભાગના લોકો ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી પડશેને? એ બાબતે નર્વસ હોય છે.  ફર્સ્ટ ઇમ્પ્રેશન ગમેએટલી સારી પાડી હોય, હકીકત જે છે એ બહાર આવીને જ રહેવાની છે. અમેરિકાના વૈજ્ઞાનિકો પણ માને છે કે પહેલી નજરે તમે જે ઇમ્પ્રેશન છોડો છો એ પ્રત્યેક વ્યક્તિના મનમાં ઘણી ઊંડી અંકાઈ જાય છે, જોકે એ કાયમી નથી હોતી. હા, તમારી પ્રથમ છબિને બદલવા માટે તમારે ખાસ્સી મહેનત કરવી પડશે. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં આવેલી કૉર્નેલ યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટોનું કહેવું છે કે પહેલી ઇમ્પ્રેશન માત્ર તમારી પ્રથમ હાજરી કે વર્તનથી જ પડે છે એવું નથી, માત્ર તમારી તસવીર જોઈને પણ તમારા વિશેનું પ્રાથમિક અનુમાન બીજી વ્યક્તિના મનમાં છપાઈ જાય છે. આ છબિની અસર સદાય એમ જ રહે છે એવું નથી, પરંતુ એ છબિને બદલવા માટે આશરે છ મહિના જેટલો સમય જરૂર લાગે છે.

health tips