ટેસ્ટ જ નહીં હેલ્થ માટે પણ ફાયદાકારક છે લીમડાના પાન

01 June, 2019 06:25 AM IST  |  મુંબઈ

ટેસ્ટ જ નહીં હેલ્થ માટે પણ ફાયદાકારક છે લીમડાના પાન

જાણો લીમડાના ફાયદા

લીમડા વગર વઘાર અધુરો છે. કારણ કે તેનો હલ્કો કડવો સ્વાદ તમારા ભોજનમાં અનોખો સ્વાદ લઈ આવે છે. આ લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

પ્રચૂર માત્રામાં હોય છે આયરન
લીમડાના પાન આયરન અને ફૉલિક એસિડનો સ્ત્રોત હોય છે. આયરની કમી માત્ર શરીરમાં આયરન ન હોવાથી જ નહીં પરંતુ શરીર આયરન શોષી ન શકે તેના કારણે પણ થાય છે. એ સિવાય ફૉલિક એસિડ આયરનને શોષવામાં મદદ કરે છે. લીમડાના પાન આ બંનેની સાથે એનીમિયાની કમી દૂર કરવામાં પણ મદદ કરે છે.

લીવરને રાખે છે સુરક્ષિત
જો તમે વધુ માત્રમાં શરાબનું સેવન કરો છો તો તેના કારણે લીવરને નુકસાસ થઈ રહ્યું છે તો તમે ભોજનમાં લીમડાના પાન સામેલ કરવાનું ન ભૂલો.તે તેમને લીવરની ક્ષતિથી બચાવે છે.

બ્લડ સુગરને રાખે છે કંટ્રોલમાં
રીચર્સ અનુસાર લીમડાના પાનમાં જે ફાઈબર હોય છે તે બ્લડમાંથી ઈન્સ્યુલિનને પ્રભાવિત કરીને બ્લડ-શુગર લેવલને ઓછું કરે છે. લીમડાના પાન પાચન શક્તિને વધારીને વજન ઘટાડવામાં સહાયતા કરે છે. ડાયાબીટિઝ અને વજન વધતો હોય તે લોકો માટે લીમડાના પાન જરૂરી છે.

આ પણ વાંચોઃ જીવનશૈલી અને સ્ટ્રેસને કારણે થાય છે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ

કોલેસ્ટ્રોલના લેવલને કરે છે ઓછું
કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બ્લડમાંના કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને હ્રદયનું રક્ષણ કરે છે.

health tips