આ છે કોંગો ફીવરના લક્ષણો, જાણો કેવી રીતે બચશો ?

08 September, 2019 04:09 PM IST  |  અમદાવાદ

આ છે કોંગો ફીવરના લક્ષણો, જાણો કેવી રીતે બચશો ?

રાજ્યમાં કોંગો ફીવરના નવા કિસ્સા સામે આવી રહ્યા છે. રવિવારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકનું શંકાસ્પદ કોંગોથી મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કોંગોના કારણે પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે કોંગોથી બચવા માટે તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણવા જરૂરી છે.

શું છે કોંગો ફીવર ?

કોંગો ફીવર એ વાઈરસથી થતો રોગ છે. આ વાઈરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં દેખાય છે. આ વાઈરસ સૌથી પહેલા 1944માં ક્રીમિયા નામના દેશમાં દેખાયો હતો. બાદમાં 1969માં કોંગોમાં દેખાયો. ત્યારથી તેનું નામ CCHF(Crimean–Congo hemorrhagic fever ) પડ્યું છે. પછી 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકામાં તેના કિસ્સા વધ્યા. 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે.

આ રોગ પશુ સાથે રહેનાર વ્યક્તિઓને વધુ થાય છે. હિમોરલ નામના પરજીવી આ રોગના વાહક છે. એટલે જે લોકો ગામડામાં ગાય, ભેંસ, બકરી, ઘેંટા કે કૂતરા પાળે છે, કે તેમના સંપર્કમાં રહે છે, તેમને આ રોગ થવાની શક્યતા વધુ છે.1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. અનેક લોકોને તેના કારણે સખત તાવ આવ્યો. આ કારણે તે કોંગો ફીવરના નામે ઓળખવવા લાગ્યો.

કેવી રીતે ફેલાય છે કોંગો ફીવર ?

- પશુઓ અને પશુ પર બેસતી જીવાંતના કારણે
- પશુઓની ચામડી પર હની મોરલ નામનું પરજીવી આ રોગનું વાહક છે.
- જો પશુના શરીર પર બેઠેલી ઈતરડી મનુષ્યને કરડે તો કોંગો ફીવર થાય છે.
- આ ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.
- એટલે જ પશુઓની નજીક રહેતા, પશુઓને પાળતા માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે.

આટલું થાય તો હોઈ શકે છો કોંગો

તાવ આવવો
માંસપેશીમાં દર્દ થવું
માથાનો દુઃખાવો રહેવો
ચક્કર આવવા
પીઠનું દર્દ થવું
આંખોમાં બળતરા થવી
ગળું બેસી જવું
ઝાડા ઉલટી થવા
શરીરના છિદ્રોમાંથી લોહી આવવું
શરીર પર લાલ ચકામા થવા
3થી 9 દિવસમાં ફેલાય છે વાયરસના લક્ષણો

આ પણ વાંચોઃ કોંગો ફીવર ફેલાવી રહ્યો છે મોતનો પંજો, 7 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત

આ રીતે રહો સાવચેત

જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો તે જીવલેણ બની શકે છે.

health tips life and style