કાર્ડિયાક અરેસ્ટ સૌથી ખતરનાક હોય છે,હ્યદય અચાનક કામ કરતું બંધ કરી દે છે

22 July, 2019 06:25 AM IST  |  Delhi

કાર્ડિયાક અરેસ્ટ સૌથી ખતરનાક હોય છે,હ્યદય અચાનક કામ કરતું બંધ કરી દે છે

Delhi : કાર્ડિયાક અરેસ્ટ એટલે અચાનક હૃદય બંધ પડી જાય છે. તે હાર્ટ અટેક કરતા પણ ખતરનાક છે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. કાર્ડિયાડ અરેસ્ટમાં વ્યક્તિનું હૃદય એકાએક કામ કરવાનું જ બંધ પડી જાય છે અને મૃત્યુ થાય છે.તે ઉપરાંત કાર્ડિયાક અરેસ્ટમાં કોઇ જ ચેતવણી હોતી નથી કે તેનાં કોઇ લક્ષણ પણ નથી હોતા તે અચાનક જ આવે છે. તેથી જ તેને સડન કાર્ડિયાક અરેસ્ટ પણ કહેવાય છે.

 

કાર્ડિયાક અરેસ્ટ

હૃદયની ઈલેક્ટ્રીકલ સિસ્ટમ છે કે જે સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે અસર પામે છે. સડન કાર્ડિયાક એરેસ્ટ વખતે, હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને બાકીના શરીર સુધી લોહી પહોંચતુ નથી અને વ્યક્તિ બેભાન થઈ જાય છે, અને અચાનક શ્વાસ બંધ થઈ જાય છે.

 

મગજને લોહી પહોંચતું બંધ થતા, વ્યક્તિ VF (વેન્ટીક્યુલર ફિબ્રિલેશન) અનુભવે છે અને થોડી સેકન્ડોમાં અજાગૃત બને છે. સડન કાર્ડિયાક એરેસ્ટ અને મૃત્યુ થોડી જ મિનિટોમાં જ થાય છે સિવાય કે ઝડપથી શોક આપીને તેના હૃદયના ધબકારા સામાન્ય કરવામાં આવે તો જીવ બચાવી શકાય છે. આ ડિફિબ્રિલેટર દ્વારા (એવું મશીન કે જેનાથી હૃદયને ઈલેક્ટ્રીક શોક મળે છે) થાય છે. SCA લીધે VFનો ભોગ બનેલા મોટાભાગના લોકો હોસ્પિટલે પહોંચે એ પહેલા જ મૃત્યુ પામે છે. જો કે, આસપાસમાં રહેલા લોકો દ્વારા જો તાત્કાલિક ફર્સ્ટ રિસ્પોન્ડર્સને જાણ કરાય અને સીપીઆર શરૂ કરવામાં આવે તો પરિણામમાં સુધારો શક્ય બની શકે છે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ઉપાય
જોઈ કોઈ કાર્ડિયાક અરેસ્ટ થાય ત્યારે એ ધ્યાન રાખવું કે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થતું રહે. તેથી મેડિકલ સારવાર મળે તે પહેલા દર્દીને સીપીઆર આપવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી તેનો જીવ બચાવી શકાય છે. તે ઉપરાંત કસરત, આરોગ્યપ્રદ આહાર લેવો, વજન નિયત્રંણમાં રાખવું અને ધુમ્રપાન છોડવું.