ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

10 March, 2021 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

સનાનત ધર્મમાં બિલીપત્રનું એક આગવું મહત્વ છે. ભગવાન શિવજીને બિલીપત્ર ખૂબ જ પસંદ છે. શૈવ સંપ્રદાય સહિત બધા શ્રદ્ધાળુ ભગવાન શિવજીને મનાવવા બિલીપત્રથી તેમની પૂજા- આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવજીની બિલીપત્રથી પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. સૃષ્ટિના સર્જન સમયથી ભોળાનાથની પૂજા બિલીપત્રથી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, બિલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સાથે જ એ પણ માન્યતા છે કે બિલીપત્ર ભગવાન શિવજીનું ત્રિનેત્ર છે. આ સિવાય બિલીપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આમાં અનેક ઔષધીય ગુણો છે, જે કેટલાય પ્રકારની બીમારીઓમાં રામબાણ દવા છે. ખાસ કરીને ડાયાબિટીઝ માટે બિલીપત્ર દવા માનવામાં આવે છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે આથી કૉલેસ્ટ્રૉલ, બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે.

એક શોધ પ્રમાણે, બિલીપત્રમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન, કેલ્શિયમ, રાઇબોફ્લોબિન, પોટેશિયમ, ફાઇબર વગેરે પોષક તત્વો જોવા મળે છે, જે કેટલીય બીમારીઓથી બચાવવામાં સહાયક સાબિત થાય છે.

પાચન તંત્ર સ્વસ્થ કરે છે
અયોગ્ય ખોરાક અને ખરાબ દૈનંદિનીને કારણે પેટ સંબંધી બીમારીઓનું જોખમ વધી જાય છે. આથી કબજિયાત, અપચો, એસિડિટીની ફરિયાદ રહે છે. પેટ સંબંધી બધા વિકારોને દૂર કરવામાં બિલીપત્ર કારગર છે. ગરમીના દિવસોમાં બિલ્વફળનું શરબત પીવાથી લૂનું જોખમ ઘટી જાય છે અને પાચંન તંત્ર યોગ્ય રીતે કામ કરવા માંડે છે.

ત્વચા માટે ફાયદાકારક
ચહેરા પર કોઇપણ પ્રકારના ડાઘ, પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવા માટે બિલીપત્ર સક્ષમ છે. આ માટે બિલીપત્રને પીસીને ચહેરા પર ફેસપૅકની જેમ લગાડવું. અમુક સમય પછી ચહેરો ધોઇ લેવો. આથી ફક્ત પિમ્પલ્સથી આરામ મળે છે એટલું જ નહીં, પણ ચહેરા પર એક્સ્ટ્રા ગ્લો પણ આવે છે.

નોંધ : સ્ટોરીની ટિપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. આને કોઇપણ પ્રકારના ડૉક્ટર કે મેડિકલ પ્રૉફેશનલની સલાહ તરીકે ન લેવું. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

health tips Gujarati food