ગરમા ગરમ ચામાં આદુ નાખશો તો સ્વાદ બમણો થઇ જશે

02 July, 2019 11:46 PM IST  |  Mumbai

ગરમા ગરમ ચામાં આદુ નાખશો તો સ્વાદ બમણો થઇ જશે

Mumbai : અત્યારે ભારતમાં ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકો આવા આહલાદક વાતાવરણમાં ચાની ચુસકી લેવું વધુ પસંદ કરતા હોય છે. લોકો અલગ અલગ પ્રકારે લોકો ચા બનાવીને પીતા હોય છે. ત્યારે ઘણા લોકો ચામાં આદુ નાખીને કડક ચા પીવાનું વધુ પસંદ કરતા હોય છે. ચામાં આદુ ઉમેરવા અંગે અમે આજે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ.


ચામાં આદુ છોલ્યા વગર નાખવું જોઇએ
ચામાં આદુને છોલીને નાખવું જોઇએ કે છોલ્યા વગર નાખવું જોઇએ. કેટલાક લોકો આ વાતને લઇને મુંજવણમાં હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ચામાં આદુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ. કેટલીક વખત લોકો એવું વિચારે છે કે આદુને છોલીને નાખવું જોઇએ કે છોલ્યા વગર. જેનો જવાબ કોઇની પાસે નથી તો આજે અમે જણાવીશું કે ખરેખર આદુને છોલ્યા વગર પીસીને ચામાં ઉમેરવું જોઇએય તેની પાછળ તર્ક છે કે ખાસકરીને શાકભાજી અને ફળોની છાલ ફાયદાકારક હોય છે જેથી આદુની ઉપરની પરત પણ ફાયદાકારક હોય છે.

 

આદુને પીસીને ગરમા ગરમ ચામાં નાખવાથી તેનો રસ પીસવામાં આવેલા વાસણમાં કે જે જગ્યાએ પીસ્યુ હોય તે જગ્યા પર રહી જાય છે. એટલે ચાનો સ્વાદ વધારનારા આદુનો રસ જમીન કે ખાંડણીમાં જ રહી જાય છે. જેથી આદુ વાળી ચાનો જે સ્વાદ મળવો જોઇએ તે મળતો નછી. તો કેટલાક લોકો ખાંડણીમાં આદુ પીસે છે. તેમાંથી પણ આદુનો રસ ખાંડણી શોષી લે છે. આદુને છીણીને નાખવાથી તેનો રસ ચામાં જ રહે છે. કારણકે તમે ચાની તપેલીમાં ઉપરથી છીણીને આદુ મિક્સ કરો છે. જેથી યોગ્ય રીતે જોવામાં આવે તો છીણીને નાખવામાં આદુ નાખવું ફાયદાકારક છે. જેથી કહેવામાં આવે છે કે છીણીને નાખવામાં આવતા આદુથી ચાનો સ્વાદ બમણો થઇ જાય છે.

health tips