9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...

17 July, 2019 05:42 PM IST  |  મુંબઈ ડેસ્ક

9 વર્ષમાં HIVના કેસ 16 ટકા ઘટ્યા, UNAIDSની રિપોર્ટનો દાવો...

એડ્સ

રિપોર્ટમાં એ પણ ખુલાસો કરે છે કે એડ્સ સાથે જોડાયેલા મરણાંકમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણકે સારવારમાં વધારો થઈ રહ્યો છે અને એચઆઈવીની સેવાઓ આપવામાં પણ સુધારો થઈ રહ્યો છે. વર્ષ 2010થી એડ્સ સાથે જોડાયેલી મૃત્યુની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે.

UNAIDSએ મંગળવારે પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે HIVના કેસ આખા વિશ્વમાં 2010થી 16 ટકા ઘટ્યાછે. આ દક્ષિણ તેમજ પૂર્વ આફ્રિકામાં થયેલા વિકાસને કારણે થયું છે. આ સિવાય 2018માં એચઆઇવીથી 17 લાખ નવા લોકો સંક્રમિત થયા છે. યૂએનએડ્સના વૈશ્વિક એડ્સ અપડેટથી ખબર પડી છે કે દક્ષિણ આફ્રિકામાં ઘણી પ્રગતિ થઈ છે અને તેણે 2010થી એડ્સ સાથે જોડાયેલી મૃત્યુ પર 40 ટકા અને નવા એચઆઇવીના સક્રમણોને ઘટાડવામાં 40 ટકાની સફળતા પ્રાપ્ત કરી છે.

HIVના આંકડામાં 33 ટકાનો ઘટાડો

રિપોર્ટમાં એઈડ્સ સાથે જોડાયેલા મૃત્યુના આંકડો જાહેર થયો છે, જે મુજબ એઈડ્સને કારણે મૃત્યુ પણ ઘટ્યા છે. કારણ કે સારવારમાં વધારો થઈ રહ્યો છે અને એચઆઈવી/ક્ષયની સેવાઓની ડિલીવરીમાં સુધારો થઈ રહ્યો છે. વર્ષ 2010માં એડ્સ સાથે જોડાયેલા મૃત્યુના આંકડામાં 33 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

જો કે, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં હજી ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે. આ ક્ષેત્ર સૌથી વધુ એચઆઇવીથી પ્રભાવિત છે. આ સિવાય પૂર્વ યૂરોપ તેમજ મધ્ય એશિયા (29 ટકા), મધ્ય પૂર્વ તેમજ ઉત્તર આફ્રિકા (10 ટકા) તથા લેટિન અમેરિકા (7 ટકા)માં એડ્સના નવા સંક્રમણોથી ચિંતાજનક સ્થિતિ નિર્માણ થઈ છે. રિપોર્ટમાં આ પણ કહેવામાં આવ્યું છે કે વધુ લોકસંખ્યા અને તેમના સેક્સ પાર્ટનર હવે વૈશ્વિક સ્તરે અડધાથી વઘુ એટલે કે 54 ટકા નવા એચઆઇવી સંક્રમણો માટે જવાબદાર છે.

health tips