રક્ત પરીક્ષણ દ્વારા બીજી વારના બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન‌ શક્ય

22 August, 2019 03:20 PM IST  |  મુંબઈ

રક્ત પરીક્ષણ દ્વારા બીજી વારના બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન‌ શક્ય

બ્રેસ્ટ-કૅન્સર

સામાન્ય રીતે નાની-નાની ગાંઠોને હૉસ્પિટલમાં સ્કૅન કરી પરીક્ષણ કરવામાં આવ્યા બાદ બીજી વારના સ્તન-કેન્સરનું નિદાન થાય છે. હવે બ્લડ-ટેસ્ટ દ્વારા વહેલું નિદાન શક્ય બનશે. એક વાર સ્તન-કૅન્સરનો ભોગ બનનારી મહિલાના ટ્યુમરના ડીએનએ ફ્રેગમેન્ટની બ્લડ ટેસ્ટ કરવાથી લગભગ એક વર્ષ પહેલાં આ બીમારી ફરીથી ઊથલો મારશે કે નહીં એ જાણી શકાશે. નવી લિક્વિડ બાયોપ્સી એસી ટકા ઍક્યુરેટ હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો : યોગ કરનારાઓને શું કામ ઝડપથી વાઇરલ ઇન્ફેક્શન નથી થતું?

ધ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૅન્સર રિસર્ચ ઍન્ડ ધ રૉયલ માર્સડેન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિનાં સચોટ પરિણામોને જોતાં અન્ય સંસ્થાઓએ પણ એની પ્રશંસા કરી છે. આ અભ્યાસમાં યુકેની પાંચ હૉસ્પિટલમાં સો જેટલી મહિલાઓના ટ્યુમરના ડીએનએનું રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ-કૅન્સરમાંથી સ્વસ્થ થયેલી મહિલાના પ્રથમ વર્ષમાં દર ત્રણ મહિને અને ત્યાર બાદ પાંચ વર્ષ સુધી વર્ષમાં બે વાર રક્તનું પરીક્ષણ કર્યા બાદ લિક્વિડ બાયોપ્સી વધુ અસરકારક હોવાનું તારણ નીકળ્યું હતું.

health tips