30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી હાઇ બીપીમાં મળશે આરામ

18 January, 2021 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી હાઇ બીપીમાં મળશે આરામ

તસવીર સૌજન્ય જાગરણ

હાઇ બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓ માટે ખુશખબર છે કે દરરોજ 30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ રાખી શકે છે તમને ફિટ અને તેમના હાઇ બ્લડ પ્રેશરને કરી શકે છે કન્ટ્રોલ. જણાવવાનું કે રેગ્યુલર વૉક કરવાથી પણ આ સ્ટ્રેચિંગ વધારે ફાયદાકારક છે. આ દાવો કેનેડાની એક યૂનિવર્સિટીએ કર્યું છે. સાયન્ટિસ્ટનું કહેવું છે, સ્ટ્રેચિંગ અને વૉકિંગનું હાઇ બ્લડ પ્રેશર પર શું અને કેટલી અસર પડે છે, તે રિસર્ચ દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો છે. સાયન્ટિસ્ટ પ્રમાણે, રિસર્ચ દરમિયાન હાઇ બ્લડ પ્રેશરના 40 દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને વૉક અને બીજાને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવી. રિસર્ચમાં સામે આવ્યું કે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં વૉકિંગથી વધારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ વધારે અસરકારક રહી.

સ્ટ્રેચિંગથી મસલ્સમાં ખેંચ ઘટે છે
ફિઝિકલ એક્ટિવવિટી એન્ડ હેલ્થ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી તમારા દરેક ખેંચાયેલા મસલ્સ ખુલી જાય છે. આની અસર મસલ્સથી લઈને ધમનીઓ સુધી થાય છે.

ચરબી ઘટાડવા માટે વૉક છે બહેતર
ખાસ વાત એ છે કે આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે ઝડપથી ફેટ ઘટાડવા માગો છો તો વૉક કરવું ખૂબ જ જરૂરી અને બેહતરીન ઑપ્શન છે.
રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે જે લોકોએ વૉકિંગ કર્યું તેમનું વજન સ્ટ્રેચિંગની તુલનામાં વધારે ઘટ્યું છે.
સાયન્ટિસ્ટનું કહેવું છે કે, પોતાને રિલેક્સ કરવાને માટે સોફાને જગ્યાએ જમીન પર બેસીને અને ટીવી જોતા જોતા પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકાય છે.

બ્લડ પ્રેશરને આમ કરો કન્ટ્રોલ
હેલ્થ એક્સપર્ટ્સ અને ન્યૂટ્રીશિયન એનાલિસ્ટ્સનું માનવું છે કે બ્લડ પ્રેશર બીમારી નથી, આ શરીરમાં થનારા નકારાત્મક ફેરફારનું લક્ષણ છે.
તેમના પ્રમાણે, બ્લડ પ્રેશર પર કાબૂ મેળવવાના બે ફૉર્મ્યૂલા છે. પહેલો, પોતાના રોજના ખોરાકમાં 50 ટકા ફળ અને શાકભાજી ખાવા અને મીઠું તેમ જ તેલથી દૂર રહેવું,
આને એવી રીતે સમજી શરાય છે કે એક પેશન્ટ જેવું ડૉક્ટરને જુએ કે તેનું બીપી વધવાનું શરૂ થઈ જાય છે, જેવું તે હૉસ્પિટલમાંથી બહાર આવે છે, બીપી સામાન્ય થવાનું શરૂ થઈ જાય છે.
મેડિકલ ભાષામાં આને વ્હાઇટ કોટ સિન્ડ્રૉમ કહેવામાં આવે છે. દવા લેનારા 80 ટકા દર્દીઓમાં આ સિંડ્રૉમ જોવા મળ્યો છે. એવા દર્દીઓને દવાની એટલી જરૂર હોતી નથી.
આ રીતે બીપી ફક્ત અમુક સમય માટે એકાએક વધે છે, બ્લડ પ્રેશર બીમારી નથી, આ ઇમરજન્સીમાં આપણને તૈયાર કરવાની એક રીત જેવું છે.

health tips life and style