જાણો, આ કારણથી Zomato એ ભારતભરમાંથી 5000 રેસ્ટોરન્ટસ ડિલિસ્ટ કરી

23 February, 2019 08:40 PM IST  | 

જાણો, આ કારણથી Zomato એ ભારતભરમાંથી 5000 રેસ્ટોરન્ટસ ડિલિસ્ટ કરી

ઝોમેટો કરી રહી છે ઑડિટ

ભારતની જાણીતી ફુડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. ઝોમેટોએ ફેબ્રુઆરીમાં ભારતભરમાંથી કુલ 5000 થી વધુ રેસ્ટોરન્ટને ડિલિસ્ટ કરી છે. ડિલિસ્ટ કરવા પાછળનું કારણ આપતા કંપનીએ કહ્યું કે આ રેસ્ટોરન્ટ સાફ – સફાઇના નિયમો નેવે મુકી દીધા છે અને તેના પગલે 5000 જેટલી રેસ્ટોરન્ટ ડિલિસ્ટ કરી દીધી. ઝોમેટોએ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયા (FSSAI) ની સાથે મળીને લિસ્ટેડ તમામ રેસ્ટોરન્ટ્સનું ઓડિટ કરી રહી છે. ઝોમેટો ભારતભરમાં પોતાની સર્વિસ આપે છે અને 150 શહેરોમાં કંપની તેની સેવાઓ આપે છે.

ઝોમેટોના CEO મોહિત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે કંપની દરરોજ 200 થી 300 નવી રેસ્ટોરન્ટ્સને તેના લિસ્ટમાં સામેલ કરી રહી છે. આ કારણે એ બાબત મહત્વની છે કે તમામ પાર્ટનર હાઈજીનનું ધ્યાન રાખે. મોહિત ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઝોમેટોના પ્લેટફોર્મ પર 80,000થી વધુ રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ છે. આ તમામની સમીક્ષા કરવામાં આવી રહી છે. તમામ પ્રયત્નો કર્યા બાદ પણ નિયમોનું ધ્યાન ન રાખનાર રેસ્ટોરન્ટોને ડિલિસ્ટ કરાઈ રહ્યાં છે. ગ્રાહકો અમારા માટે મહત્વના છે અને અમે હંમેશા તેમને હાજીનવાળું ભોજન મળી રહે તેના માટે સતત કાર્યરત છીએ.

life and style indian food