વીની સૌમિલ શાહની પર્યુષણ સ્પેશ્યલઃ મુંગ દાળ ખસ્તા કચોરી

28 August, 2020 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વીની સૌમિલ શાહની પર્યુષણ સ્પેશ્યલઃ મુંગ દાળ ખસ્તા કચોરી

મુંગ દાળ ખસ્તા કચોરી

લોટ બનાવવા માટે તમને ઘઉંનો લોટ, ઘી (એક કપ લોટમાં બે ચમસી ઘી), અજમો, મીઠું સ્વાદઅનુસાર, પાણી, ક્રશ કરેલી નાસ્તાની મગની દાળ, તેલ, હીંગ, ધાણા, જીરુ, વરિયાળી, તેજ જોઈશે.

સૌપ્રથમ તેલ ગરમ કરો, તે પછી તેમાં હિંગ, ધાણા, જીરું, વરિયાળી, તજ, લવિંગ ઉમેરો. ગૅસને ધીમો રાખીને સુગંધ આવે ત્યાં સુધી સેકો. ત્યારબાદ તેમાં મસાલા ઉમેરો. તે ઉપરાંત થોડી પાણી ઉમેરો જેથી મસાલા દાજી ન જાય. લાલ મરચાંનો પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદળ, ગરમ મસાલો, મરી પાવડર, સંચળ અને આમચૂર ઉમેરો.

ત્યારબાદ તેમાં કસૂરી મેથી ઉમેરી બધા જ મસાલા સેકીને ઠંડુ કરવા બાજુમાં મૂકી દો. થંડુ થાય એટલે સ્વાદઅનુસાર બુરૂ સાકર ઉમેર્યા બાદ હળવેથી ખાંડી લો. આ મસાલાને નાસ્તાની મગની દાળમાં મિક્સ કરો. મગની દાળની માત્રા ઓછી રાખવી જેથી મસાલાન ખરા સ્વાદની મજા માણી શકાય. આપણુ પૂરણ અને લોટ અને તૈયાર છે. વીડિયો અનુસાર તળી લો.

Gujarati food indian food