ચાલો, ૨૦ વાનગીવાળા મુંબઈના બિગેસ્ટ સીઝલરનો લુત્ફ ઉઠાવવા

06 November, 2022 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર ફુટની સીઝલર પ્લેટ ઓછામાં ઓછા ત્રણ જણ પકડીને પીરસે છે

બિગેસ્ટ સીઝલર

આએદિન બિગેસ્ટ પીત્ઝા, બિગેસ્ટ થાલી, બિગેસ્ટ બર્ગર જેવી ડિશિઝ લૉન્ચ થતી રહે છે. આ જાયન્ટ પૉર્શનવાળી ડિશિ ઝ કદાચ એકલદોકલ વ્યક્તિથી કદી ફિનિશ નથી થઈ શકતી, પરંતુ એમ છતાં આવી જાયન્ટ ડિશ માટે ટ્રાય કરવાનું મન જરૂર થાય. થોડા સમય પહેલાં જ મુંબઈનું બિગેસ્ટ સીઝલર એક રેસ્ટોરાંએ લૉન્ચ કર્યું છે. ચાર ફુટની સીઝલર પ્લેટ ઓછામાં ઓછા ત્રણ જણ પકડીને પીરસે છે. આ સીઝલરની ફ્લેવર ચાઇનીઝ છે એટલે રાઇસ, નૂડલ્સ, પનીર, વેજિટેબલ્સની લગભગ વીસેક વાનગીઓ એમાં હોય છે. આ એક સીઝલર એક જ વ્યક્તિએ પૂરું કરવાની કોઈ ચૅલેન્જ અહીં આપવામાં નથી આવતી. જસ્ટ તમે દોસ્તો સાથે આવો અને એકસાથે એક જ ડિશને માણો એટલો જ એનો હેતુ છે. ૬ જણ આરામથી પેટ ભરીને ખાઈ શકે એટલી ક્વૉન્ટિટી એમાં છે. અલબત્ત, આ તમે જઈને એમ જ ઑર્ડર ન કરી શકો. એક દિવસ ઍડ્વાન્સમાં એનું બુકિંગ કરાવવું પડશે.

ક્યાં?: મિની પંજાબ લેક સાઇડ, આદિશંકરાચાર્ય માર્ગ, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ, પવઈ.
કિંમત: ૧૯૯૯ રૂપિયા પ્લસ ટૅક્સ
સમય: બપોરે ૧૨થી ૩.૩૦ અને સાંજે ૬થી ૧૨

life and style mumbai food