આજની રેસિપી : પનીર ચિલી

18 December, 2025 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો પનીર ચિલી

પનીર ચિલી

સામગ્રી : પનીરના પીસ ૧ કપ, લાલ-લીલાં-પીળાં બેલ પેપર ૧/૨ કપ, કાંદા સમારેલા ૧/૪ કપ, લીલા કાંદા સમારેલા ૧/૪ કપ, તલ ૨ ટેબલસ્પૂન, આદું-મરચાં-લસણની પેસ્ટ ૨ ટેબલસ્પૂન, સોયા સૉસ ૧ ટેબલસ્પૂન, પાણી ૧/૨ કપ, મીઠું સ્વાદ અનુસાર, કૉર્નફ્લોર ૧ ટેબલસ્પૂન + ૩ ટેબલસ્પૂન પાણી, લાલ ચિલી સૉસ ૧ ટેબલસ્પૂન, તેલ ૨ ટેબલસ્પૂન.

રીત : એક પૅનમાં તેલ લો. ગરમ થાય એટલે એમાં પનીર સૉતે કરી બહાર કાઢી લો. પછી એમાં બેલ પેપર્સ, કાંદા નાખો. તલ નાખો. આદું-મરચા-લસણની પેસ્ટ અને મીઠું નાખો. સોય સૉસ, કૉર્નફ્લોર, પાણી, લાલ ચિલી સૉસ નાખી મિક્સ કરો. પનીરના પીસ નાખો. મિક્સ કરો. ઉપર લીલા કાંદા નાખો. પછી બાઉલમાં લઈને સર્વ કરો.

- ડિમ્પલ પારેખ

 

(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)

food news mumbai food indian food life and style lifestyle news columnists