04 February, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલક, વટાણા અને દૂધીનો સૂપ
સામગ્રી : ૧ કપ સમારેલી પાલક, ૧/૨ કપ લીલા વટાણા (તાજા અથવા ફ્રોઝન), ૧ કપ સમારેલી દૂધી, ૧ નંગ નાની ડુંગળી (ઝીણી સમારેલી), ૨ કળી લસણ (ઝીણું સમારેલું), ૧ ચમચી તેલ અથવા માખણ, ૩ કપ પાણી અથવા વેજિટેબલ સ્ટૉક, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ મરી પાઉડર, એક ચપટી શેકેલું જીરું પાઉડર, લીંબુનો રસ.
રીત : એક પૅનમાં તેલ અથવા માખણ ગરમ કરો. એમાં સમારેલી ડુંગળી અને લસણ ઉમેરી આછાં ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી સાંતળો. હવે એમાં સમારેલી દૂધી અને લીલા વટાણા ઉમેરો. એને ૨-૩ મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ એમાં પાલક ઉમેરી બરાબર મિક્સ કરો. પાલક નરમ થાય ત્યાં સુધી રાંધો. હવે એમાં પાણી અથવા વેજિટેબલ સ્ટૉક ઉમેરો. બધી શાકભાજી નરમ થઈ જાય ત્યાં સુધી ૮-૧૦ મિનિટ માટે ઉકાળો. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે એને બ્લેન્ડરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવી લો. જો જરૂર જણાય તો પ્યુરીને ગાળી લો અને ફરીથી પૅનમાં કાઢો. એમાં મીઠું, મરી પાઉડર અને શેકેલું જીરું ઉમેરો. ૨-૩ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. ગૅસ બંધ કરી દો અને જો ઇચ્છો તો ઉપરથી લીંબુનો રસ ઉમેરો. આ ગરમાગરમ સૂપને મરી પાઉડર અથવા તાજી ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- હનીશા શાહ