16 December, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેમન કૉરિએન્ડર સૂપ
સામગ્રી : કોબી, ગાજર, ફણસી, કૅપ્સિકમ (૧૦૦ ગ્રામ) ઝીણું ચૉપ કરેલું, ૨ ચમચી લીંબુનો રસ, ૧ ટેબલસ્પૂન કૉર્નફ્લોર, કોથમીર ઝીણી સુધારેલી, આદું-મરચાં-લસણની પેસ્ટ, વિનેગર (ઑપ્શનલ) મીઠું સ્વાદ અનુસાર.
રીત : એક લોયામાં તેલ ગરમ કરવું. એમાં ઝીણાં સુધારેલાં શાક સાંતળવાં. આદું-મરચાં-લસણની પેસ્ટને શાક સાથે સાંતળવીવા. એમાં ૧ ૧/૨ ગ્લાસ પાણી કૉર્નફ્લોર ઘોળીને નાખવું. એમાં છેલ્લે લીંબુનો રસ ને કોથમીર (વિનેગર) નાખી થોડું ઉકાળવું અને ઠંડીના દિવસમાં મજા આવે એમ ગરમાગરમ સૂપ સર્વ કરવું.
- ચેતના મિહિર ઠક્કર
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)