29 October, 2026 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રૅકર પીત્ઝા બાઇટ્સ
સામગ્રી : ૧ પૅકેટ ક્રૅકર બિસ્કિટનું, મકાઈ ૨ ચમચી, ૨ ચમચી કૅપ્સિકમ, ૧ નાનો કાંદો, અડધું ટમેટું, ૧ ચમચી બટર, ૧ ચીઝ ક્યુબ, મીઠું, મરી પાઉડર, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ, ૨ ચમચી પીત્ઝા સૉસ, ૧ ચમચી કેચપ મિક્સ કરવું
રીત : કૅપ્સિકમ, કાંદો અને ટમેટાને બારીક સમારવાં. એક કડાઈમાં બટર મૂકીને વેજિટેબલ થોડાં સૉતે કરવાં. એમાં બાકીના તમામ મસાલા નાખીને એક-બે મિનિટ પછી ગૅસ બંધ કરવો. શાકભાજી ચડીને ગળી ન જવાં જોઈએ. અધકચરાં અને ક્રન્ચી રહેવાં જોઈએ.
હવે બિસ્કિટ પર સોસ લગાવો. એના પર વેજિટેબલ મૂકો. એના પર ચીઝ ખમણીને તવા પર સહેજ બટર લગાવી બિસ્કિટ ઢાંકીને એક મિનિટ રાખીને ઉતારી લેવું. એકદમ મસ્ત ક્રન્ચી અને ટેસ્ટી પીત્ઝા બાઇટ્સ તૈયાર છે. બિસ્કિટ્સ શુગર લેશો તો વાનગી વધુ હેલ્ધી અને ટેસ્ટી બનશે.
- રાગિણી ગાંધી