જન્માષ્ટમી ઢૂંકડી છે ત્યારે મહારાષ્ટ્રીયન સૂંઠવડા બનાવવાની રીત જાણો

12 August, 2020 05:25 PM IST  |  Mumbai | Neha Thakkar

જન્માષ્ટમી ઢૂંકડી છે ત્યારે મહારાષ્ટ્રીયન સૂંઠવડા બનાવવાની રીત જાણો

ગુજરાતમાં જેમ પંજરી બનાવતા હોય છે તેમ જ મહારાષ્ટ્રમાં સૂંઠવડાનો પ્રસાદ ચડાવવામાં આવે છે.

ગુજરાતમાં જેમ નંદલાલાના જન્મ પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે એવી રીતે મહારાષ્ટ્રમાં સૂંઠવડા બનાવાય છે

સામગ્રી
☞ બે વાટકી સૂકા કોપરાનું છીણ
(સૂકું કાચલું લઈને છીણવું)
☞ બે સૂંઠના ટુકડા
☞ છ બદામ
☞ બે ચમચી ખસખસ
☞ પાંચ ચમચી આખા ધાણા
☞ પાંચથી છ આખી ખારેક
☞ અડધી વાટકી ખડી સાકર
રીત
સૌપ્રથમ કોપરાના કાચલાને છીણી
લેવું. હવે આખા ધાણાને શેકી લેવા
અને સૂંઠને પણ ખાંડી લેવી. ખસખસને પણ હલકી શેકી લેવી. ખારેકના ટુકડા કરી લેવા.
હવે ખડી સાકર સહિતની બધી સામગ્રી ભેગી કરી મિક્સર જારમાં પીસી લેવું. એક બાઉલમાં કાઢી ઉપરથી થોડું કોપરાનું છીણ
મિક્સ કરવું.
આ મિશ્રણ પર શ્રીકૃષ્ણને
પ્રિય તુલસીનું પાન મૂકી કાનુડાને ધરાવો.
ગુજરાતમાં જેમ પંજરી બનાવતા હોય છે તેમ જ મહારાષ્ટ્રમાં સૂંઠવડાનો પ્રસાદ ચડાવવામાં આવે છે.

Gujarati food janmashtami indian food