આવી રીતે બનાવો ટેસ્ટી કોળાનું શાક

28 January, 2020 02:20 PM IST  |  Mumbai | Hansa Karia

આવી રીતે બનાવો ટેસ્ટી કોળાનું શાક

કોળાનું શાક

સામગ્રી

☞ ૧ કપ સમારેલું કોળું,

☞ ૧ ચમચી લસણની પેસ્ટ,

☞ બેથી ૩ ચમચી આમલીની પેસ્ટ,

☞ પા ચમચી રાઈ,

☞ પા ચમચી જીરું

☞ મીઠું સ્વાદ અનુસાર

☞ પા ચમચી મરચું પાઉડર,

☞ બે ટેબલસ્પૂન તેલ,

☞ પા ચમચી હળદર અને ચપટી હિંગ.

રીત

કડાઈમાં તેલ ગરમ કરવું. એમાં રાઈ, જીરું તથા હિંગ ઉમેરવાં. રાઈ-જીરું તતડે એ પછી કોળાના ટુકડા ઉમેરવા. હળદર-મીઠું ઉમેરવાં. પાણીની થાળી ઢાંકવી. વચ્ચે-વચ્ચે હલાવવું. કોળું પાંચથી ૭ મિનિટમાં રંધાઈ જશે. હવે એમાં લસણની પેસ્ટ, આમલીની પેસ્ટ, મરચું તથા ધાણાજીરું ઉમેરવાં. વ્યવસ્થિત મિક્સ કરવું. ગરમાગરમ રોટલી સાથે સર્વ કરવું.

indian food mumbai food