Summer Special: લીચી ખાવાના આ અઢળક ફાયદા તમે જાણો છો? પુરુષો માટે છે ઉત્તમ ફળ

26 May, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લીચીનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

લીચી ઉનાળામાં જોવા મળતું એક એવું ફળ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. ઉનાળામાં આ ફળનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને તરસ ઓછી થાય છે. લીચી એ રસથી ભરપૂર ફળ છે, જેમાં 80 ટકા પાણી હોય છે. ઉનાળામાં આ ફળ તમને સ્વસ્થ રાખે છે. વિટામિન સીથી ભરપૂર લીચી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન B6, નિયાસિન, રિબોફ્લેવિન, ફોલેટ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વોથી ભરપૂર આ ફળ શરીરને સ્વસ્થ રાખવાની સાથે-સાથે શરીર અને પેટને ઠંડુ રાખે છે.

લીચીનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે. ઉનાળામાં આ ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ ઉનાળામાં આ ફળ ખાવાથી શું ફાયદા થાય છે.

પાચનમાં સુધારો

લીચી ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર લીચી પાચનતંત્રને મજબૂત બનાવે છે, તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. ઉનાળામાં તે ઉલ્ટી અને ઝાડાની સમસ્યામાં રાહત આપે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

વિટામિન સીથી ભરપૂર લીચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. લીચીમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન, નિયાસિન, રિબોફ્લેવિન અને ફોલેટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. સાથોસાથ ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે. તે ગળામાં દુખાવો, તાવ, શરદી જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

વજન નિયંત્રિત કરે

ઉનાળામાં લીચીનું સેવન કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. મીઠી અને રસદાર લીચીમાં 80 ટકા પાણી હોય છે. તેને ખાધા પછી ભૂખ ઓછી લાગે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

આયર્નની ઊણપ પૂરી કરે

લીચીનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઊણપ પૂરી થાય છે. જો ગર્ભવતી મહિલાઓ લીચીનું સેવન કરે તો તેમના શરીરમાં આયર્નની ઊણપ પૂરી થાય છે.

શરીરને હાઇડ્રેટ રાખે

ઉનાળામાં ગરમીમાં પરસેવો વધુ આવે છે, આવી સ્થિતિમાં પરસેવાના રૂપમાં શરીરમાંથી વધુ પાણી નીકળે છે. લીચીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીચીનું સેવન શ્રેષ્ઠ છે. લીચી શરીરમાં પાણીની અછતને પૂરી કરવામાં મદદ કરે છે.

પુરુષો માટે ફાયદાકારક

લીચી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીચી એ લોકો માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે જેમને શુક્રાણુઓની સંખ્યા ઓછી અને ઓછી કામવાસનાની સમસ્યા હોય છે. લીચી બેડ પરફોર્મન્સ વધારવામાં મદદ કરે છે. લીચીમાં વિટામિન બી અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે, જે પુરુષોના સેક્સ હોર્મોનને વધારવાનું કામ કરે છે.

life and style indian food health tips