Social Media Trend: લ્યો આ ડાલ્ગોના કૉફી તો આપણે વર્ષોથી બનાવીએ છીએ

02 April, 2020 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Social Media Trend: લ્યો આ ડાલ્ગોના કૉફી તો આપણે વર્ષોથી બનાવીએ છીએ

ડાલ્ગોના કૉફી આપણે વર્ષોથી પીતા આવ્યા છીએ. તસવીર-ઇન્સ્ટાગ્રામ

તમને ખ્યાલ હશે કે એક બે વર્ષ પહેલાં સ્ટારબક્સ જેવી હાઇ-ફાઇ કૉફી શોપમાં ટર્મરીક લાતે વગેરે મળવા માંડ્યું. અમેરિકામાં તો એની બહુ બોલબાલા થઇ અને ત્યારે આપણાં દાદી કે મમ્મીઓ હસી પડ્યા કે આ હળદરવાળું દૂધ તો આપણે ત્યાં પરંપરા છે અને હવે આ બધા એને સ્ટાલિશ નામો આપીને વેચે છે.બસ આ ડાલ્ગોના કૉફી જે આજકાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, બધાંની પોસ્ટમાં દેખાયા કરે છે એ પણ આવું જ કંઇક છે.તમે નાનપણમાં કૉફી બનાવતી વખતે અથવા આજે સુદ્ધાં પહેલાં દૂધ, ખાંડ અને કૉફીને બરાબર ફેંટતા હશો અને પછી દૂધ ઉમેરતા હશો, ખરું ને! પણ ડાલ્ગોના કૉફીમાં આ જ ગરમ પાણી, ખાંડ અને કૉફીને બરાબર ફેંટી દીધા પછે તેને બાજુમાં મુકવાનાં, ઠંડુ દૂધ લેવાનું અને પેલું ફીણ વાળું જે મિશ્રણ બન્યું છે તમારા ફેંટવાને કારણે તેને ઉપરતી ઉમેરવાનું. તૈયાર છે તમારી ડાલ્ગોના કૉફી.જુઓ લોકોએ આ કૉફી અંગે કેવી રમૂજો કરી છે.

ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થયેલી આ ડાલ્ગોના કૉફીનું મૂળ ભારત, પાકિસ્તાન અને મકાઉ છે જ્યાં તે વ્હિપ્ડ કૉફી કે બિટન કૉફીને નામે પણ પ્રચલિત છે.જો કે જાન્યુઆરીમાં પ્યૂન્સ્ટોરેંગ નામના કોરિયન ટીવી શોને કારણે આ કૉફી અચાનક જ ચર્ચામાં આવી ગઇ અને એમાં ય લૉકડાઉનમાં ઘરમાં બેઠાલાઓને આવા પ્રયોગો કરવાના જલસા પડી ગયા.પછી શરૂ થયો ઇન્ટરનેટ ટ્રેન્ડ જે ઇન્ટાગ્રામથી માંડીને ટિકટોક અને ફેસબુક બધે જ ફરી વળ્યો.

indian food twitter instagram