ગુજરાતી વાનગીઓ બનાવતા શીખવું છે? તો જુઓ આ પાંચ YouTube ચેનલ્સ

16 May, 2019 12:41 PM IST  |  મુંબઈ

ગુજરાતી વાનગીઓ બનાવતા શીખવું છે? તો જુઓ આ પાંચ YouTube ચેનલ્સ

બનાવતા શીખો ટેસ્ટી ગુજરાતી વાનગીઓ

ખાવાની શોખીન પ્રજા એટલે ગુજરાતી..ગુજરાતી વાનગીઓ પણ લોકોને એટલી જ પસંદ છે...અને જો તમારે આ ગુજરાતી વાનગીઓ બનાવતા શીખવી હોય તો તમને આ YouTube ચેનલ્સની મુલાકાત લઈ શકો છો.

Kitchen Kraft
કિચન ક્રાફ્ટ ચેનલ યુટ્યૂબ ચેનલ હેતલ શાહ ચલાવે છે. જેઓ અમદાવાદના છે. હેતલ ગુજરાતી ઘરમાં રોજ બનતી વાનગીની સાથે સાથે ડેઝર્ટ, હેલ્થ માટે ઉપયોગી ડિશ અને ડ્રિંક્સ પણ બનાવે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે.
તમે આ લિંક પર ક્લિક કરીને Kitchen Kraft YouTube ચેનલ પર જઈ શકો છો.


silver spoon hirus kitchen
દૂધીના મુઠિયા થી લઈને ગરમરના અથાણા સુધી..બાજરીના લોટની રાબથી લઈને લીલા ચણાના શાક સુધી, જે કાઠિયાવાડી વાનગીની રેસિપી જોઈએ તે હિરલની આ ચેનલ પર હાજર છે. એકદમ સરળ રેસિપી અને મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ તમને અહીં શીખવા મળશે
હિરલના કિચનની મુલાકાત લેવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો.

Kitch Cook
ગુજરાતી અથાણા, જુદા-જુદા શહેરોના ફેમસ સ્ટ્રીટ ફૂડ જેમકે કચ્છી કડક, વડોદરાનું સેવ ઉસળ અને બીજું ઘણું બધું. સાથે જ હટકે વાનગીઓ પણ ખરી. આ બધુ જો તમારે જાણવું અને બનાવવું હોય તો પહોંચી જાવ સીમાના ચેનલ પર.
જુઓ ચટપટી અને યુનિક રેસિપીઝ અહીં


Alka Sorathia
જો તમારી પાસે ઓછો સમય છે અને જલ્દી કાંઈક બનાવવું છે તો પહોંચી જાઓ અલ્કાની યુટ્યૂબ ચેનલ પર. અહીં તમને શીખવા મળશે એવી રેસિપીઝ જે ઝટપટ બને છે એ સ્વાદમાં ટેસ્ટી છે. અહીં જલ્દી બને એવી અનેક વેરાયટિઝ આપવામાં આવી છે.
તમે આ લિંક પર ક્લિક કરીને શીખી શકો છો ઈઝી એન્ડ ટેસ્ટી રેસિપીઝ

gujarati kitchen
જો તમારે ટિપીકલ ગુજરાતી વાનગીઓની સાથે સાથે કાંઈક હટકે વાનગીઓ બનાવતા શીખવું હોય તો પહોંચી જાઓ ગુજરાતી કિચનમાં. અહીં તમને પરંપરાગત વાનગીઓ અલગ રીતે બનાવતા પણ શીખવા મળશે. મીઠાઈથી માંડીને ચટપટી ડિશ બધુ જ તમને અહીં મળી જશે.
તો તમે પહોંચી જાઓ ગુજરાતી કિચનમાં અહીં ક્લિક કરીને.

આ પણ વાંચોઃ તમને ખબર છે ગુજરાતી થાળીમાં શું પીરસવામાં આવે છે?

Gujarati food gujarat