.. તો આવી રીતે બનાવી શકાય છે સરસોં દા સાગ, જાણો રેસિપી

10 January, 2020 05:20 PM IST  |  Mumbai | Madhavi Modha

.. તો આવી રીતે બનાવી શકાય છે સરસોં દા સાગ, જાણો રેસિપી

સરસોં દા સાગ

સામગ્રી

☞ એક ઝૂડી સરસવની ભાજી

☞ એક ઝૂડી બથુઆની ભાજી

☞ એક ઝૂડી પાલકની ભાજી

☞ એક બટાટું સમારેલું

☞ બે ટમેટાં

☞ એક ટીસ્પૂન લસણની પેસ્ટ

☞ બે ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

☞ એક કાંદો (સમારેલો)

☞ અડધી ચમચી હળદર

☞ એક ચમચી મરચું

☞ નમક સ્વાદાનુસાર

વઘાર માટે

☞ બે ચમચા તેલ, એક બારીક સમારેલો કાંદો, એક ટેબલ સ્પૂન વાટેલું લસણ, બેથી ત્રણ ટેબલ સ્પૂન મકાઈનો લોટ.

બનાવવાની રીત

બધી જ ભાજીઓને બરાબર ધોઈને સમારવી. સમાર્યાં પછી પણ પાણીમાં બોળીને ધોવી. કૂકરમાં બધી ભાજી નાખવી. એમાં આદું-મરચાંની પેસ્ટ, બટાટું, લસણ, ટમેટાં, કાંદા અને દોઢ ગ્લાસ પાણી નાખીને છથી સાત સીટી વગાડવી.

કૂકર ઠંડું પડે એટલે એને ખોલીને બાફેલાં શાકમાં હૅન્ડ-બ્લૅન્ડર ફેરવીને વાટી લેવું.

એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવું. પહેલા કાંદા સાંતળવા, પછી લસણ ઉમેરવું અને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળવું. પછી ભાજી નાખવી અને એમાં હળદર, મરચું, નમક નાખવાં. છેલ્લે મકાઈનો લોટ પાણીમાં ઘોળીને ઉમેરવો.

ઢાંકણ ઢાંકીને શાકને પંદર-વીસ મિનિટ ઉકાળવું. શાક ગાઢું થઈ જાય એટલે ગૅસ બંધ કરી ઉપરથી સફેદ માખણ નાખો.

સરસોંની ભાજી મકાઈની રોટલી, પરાંઠાં અથવા રોટલી સાથે પીરસી શકાય.

indian food mumbai food