રીડર્સ રેસિપી-દૂધીનાં ફરાળી મૂઠિયાં

23 August, 2019 03:11 PM IST  |  મુંબઈ

રીડર્સ રેસિપી-દૂધીનાં ફરાળી મૂઠિયાં

રીડર્સ રેસિપી-દૂધીનાં ફરાળી મૂઠિયાં

સામગ્રી
એક વાટકી રાજગરો
એક વાટકી છીણેલી દૂધી
અડધી વાટકી સિંગનો ભુક્કો
આદું-મરચાંની પેસ્ટ અને નમક સ્વાદ અનુસાર
અડધી વાટકી દહીં
એક ચમચી શેકેલો જીરું પાઉડર
બનાવવાની રીત
એક બોલમાં રાજગરાનો લોટ લો. છીણેલી દૂધી, સિંગનો ભુક્કો, શેકેલું જીરું, આદું-મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક નાખીને બરાબર મિક્સ કરો. જરૂરિયાત મુજબ દહીં નાખીને મૂઠિયાનો ઢીલો લોટ બાંધો. બાફવા માટે લાંબા ગોળા વાળીને કાણાવાળી ડિશ પર મૂકીને વરાળથી બાફી લો.
રાજગરાના લોટને ચઢતાં વાર લાગતી હોવાથી કુકરમાં સાતથી આઠ સીટી વગાડવી. છરીને ચોંટે નહીં એવા થાય એટલે બફાઈ ગયા છે એમ સમજવું.
ઠંડું પડવા દેવું અને પછી દાડમના દાણાથી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તેલમાં વઘારીને ખાવાં હોય તો બે ચમચી તેલમાં જીરું અને તલ નાખીને ઠંડાં પડેલાં મૂઠિયાંને વઘારી પણ શકાય.

Gujarati food