03 August, 2026 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી : શામ સવેરા ઢોકળાં
સામગ્રી : અડધો કિલો ખાટાં ઢોકળાંનું ખીરું, પાલકનાં પચીસ પાન, એક લીલું મરચું, બે મકાઈનું છીણ, મીઠું, ઇનોનું એક પાઉચ, ચપટીક મરી પાઉડર, બે ચમચી તેલ
રીત : ઢોકળાંના ખીરાના બે ભાગ કરી દેવા. એક ભાગમાં પાલકને મરચાં સાથે પીસીને મિક્સ કરવું. બીજા ભાગમાં છીણેલી કૉર્ન નાખીને મિક્સ કરવું. ઢોકળિયું પહેલેથી ગરમ કરવા મૂકવું. થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકવી. પાલકવાળા ખીરામાં એક ચમચી ઇનો નાખી ઉપર પાણી નાખી બરાબર હલાવીને બાફવા મૂકવું. પાંચ મિનિટ પછી મકાઈના ખીરામાં ઇનો નાખી ચમચી પાણી નાખીને હલાવી લેવું. પાલકની ઉપર ખીરું પાથરીને ૧૦ મિનિટ થવા દેવું. એના પર મરી પાઉડર સ્પ્રિન્કલ કરવો. ૧૦ મિનિટ પછી થાળી ઉતારીને થોડી ઠંડી થાય એટલે તેલ લગાવી દેવું. એને કાપીને ઉપયોગમાં લેવું. ગ્રીન ચટણી સાથે મસ્ત લાગશે.