પર્યાવરણ માટે હાનિકારક છે ઑર્ગેનિક ફૂડ, જાણો એના વિશે

26 December, 2018 12:05 PM IST  | 

પર્યાવરણ માટે હાનિકારક છે ઑર્ગેનિક ફૂડ, જાણો એના વિશે

ઓર્ગેનિક પાક માટે વધારે જમીનની જરૂર પડે છે

અભ્યાસો દ્વારા ઑર્ગેનિક ખોરાક આરોગ્ય માટે ફાયદાકારણ માનવામાં આવે છે, પરંતુ એક અભ્યાસમાં જાણવા મળ્યું કે તે પર્યાવરણ માટે ઘણું નુકસાનકારક છે. રિસર્ચે એવો દાવો પણ કર્યો છે કે ઑર્ગેનિક ફૂડ રોપવા વધારે જમીનની જરૂરત પડે છે. એનાથી 70 ટકા કાર્બન ઉત્સર્જન વધી જાય છે. ઑર્ગેનિક ફૂડ ઉત્પાદકો પર કરાયેલો આ રીતનો પહેલો અભ્યાસ છે.

સ્વીડનના ચલ્મર યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પરંપરાગત રીતે ખેતીવાળા ખાદ્ય પદાર્થોની તુલનામાં ઑર્ગેનિક ઉપજ પર્યાવરણ માટે ખરાબ છે. કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરવો અથવા બહુ જ ઓછો ઉપયોગ કરવાનો અર્થ છે કે આપણને એટલા જ પાકની વૃદ્ધિ માટે જમીનની જરબર પડશે. અભ્યાસોમાં વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે ઑર્ગેનિક માંસ અને ડેરી ઉત્પાદન પણ પર્યાવરણ માટે હાનિકારક છે.

સંશોધકોએ સ્વીડનમાં ઉગાડવામાં આવતી કેટલીક પાકનો અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્વીડનમાં ઉગાડવામાં આવતાં ઑર્ગેનિક વટાણા પાંરપારિક રૂપથી ઉગાવવામાં આવેલા વટાણાની તુલનામાં 50 ટકાથી વધારે પર્યાવરણને અસર કરે છે. એવી જ રીતે કેટલાક અન્ય પ્રકારના ઑર્ગેનિક પાક પર્યાવરણને 70 ટકા સુધી અસર કરે છે.

શોધમાં ઑર્ગેનિક પાકથી પર્યાવરણને થનારા નુકસાનનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઑર્ગેનિક પાક ઉગાવવામાં ખાતરનો ઉપયોગ ન થવાના કારણથી પ્રતિ હેક્ટર ઉપજ બહુ જ ઓછી થાય છે. જ્યાં ખાતરનો સહી ઉપયોગ કરી એટલી જ જમીન પર વધારે પાક ઉગાવી શકાય છે. એવામાં ઓર્ગેનિક પાક માટે વધારે જમીનની જરૂર પડે છે.

સ્વીડનની જેમ જ વિશ્વભરમાં ઑર્ગેનિક પાકના ઉત્પાદન માટે વધારે જમીનની જરૂર પડવા પર લીલોતરીની ખેતીથી વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થઈ રહ્યો છે, જે અમારા પર્યાવરણ માટે બહુ જ હાનિકારક અને ચિંતાજનક છે. સંશોધનકારો અનુસાર, તેઓએ ઑર્ગેનિક માંસ અને ડેરી ઉત્પાદનો પર કોઈ વિશેષ અભ્યાસ નથી કર્યો. એમનું અનુમાન છે કે ઑર્ગેનિક ખેતીની જેમ, ઑર્ગેનિક માંસ અથવા ડેરી પ્રોડક્ટ્સ પણ પર્યાવરણને વધારે અસર કરે છે.

 અભ્યાસનો મૂળભૂત તત્વ એ છે કે આપણા સ્વાસ્થ્ય માટે ઑર્ગેનિક પાક ભલે સારો હોય, પરંતુ એને ઉગાવા માટે વધારે જમીનની જરૂર પડે છે. એના માટે જંગલ વિસ્તારોમાં ઝડપથી કાપણી કરવામાં આવી રહી છે. વૃક્ષોની સંખ્યા ઓછી થવાથી કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી રહી છે, જે અત્યંત જોખમી છે.

indian food