10 November, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે નવા વર્ષે મહેમાનોને સર્વ કરો ટ્રેડિશનલ આઇટમ નવી સ્ટાઇલમાં
ઇન્સ્ટન્ટ ચોળાફળી ચાટ
સામગ્રી : ચોળાફળી, દહીં, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, કોથમીર, સેવ, બુંદી, દાડમના દાણા.
રીત : એક પ્લેટમાં ચોળાફળી ગોઠવીને ઉપર દહીં, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, સેવ, બુંદી, દાડમના દાણા અને કોથમીર નાખીને તરત જ સર્વ કરવું.
- પુનિતા શેઠ
સ્પેશ્યલ પાન લાડુ
સામગ્રી : નાગરવેલનાં પાન ૧૫થી ૧૭, ગુલકંદ બેથી ૩ ટેબલસ્પૂન, મિલ્ક પાઉડર અડધો કપ, નારિયેળનું છીણ અડધો કપ, દૂધ અડધો કપ, ઘી બે ટેબલસ્પૂન, કાચી વરિયાળીનો પાઉડર એક ટીસ્પૂન, મિલ્કમેડ પા કપ અથવા સ્વાદ અનુસાર, સજાવટ માટે લાલ ચેરી અને થોડું ગુલકંદ
બનાવવાની રીત : ૧. પાનની પેસ્ટ બનાવો : નાગરવેલનાં પાનને સારી રીતે ધોઈને સાફ કરી લો. મિક્સરમાં પાન અને ગુલકંદ નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરો.
ઘી અને દૂધ ગરમ કરો : એક નૉન-સ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો અને એક-બે મિનિટ હલાવો.
સૂકી સામગ્રી ઉમેરો : હવે એમાં મિલ્ક પાઉડર, નારિયેળનું છીણ અને મિલ્કમેડ ઉમેરીને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
પાનની પેસ્ટ મિક્સ કરો : તૈયાર કરેલી પાનની પેસ્ટ અને વરિયાળીનો પાઉડર ઉમેરીને બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
મિશ્રણ તૈયાર કરો : ધીમા તાપે સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે ત્યારે ગૅસ બંધ કરી દો.
લાડુ વાળો : મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. હાથમાં થોડું ઘી લગાવીને નાના-નાના ગોળ લાડુ વાળી લો.
સર્વ કરવાની રીત : ૧. પાન લાડુ પૉપ્સ : લાડુમાં ટૂથપિક લગાવીને ઉપરથી નાની લાલ ચેરીથી સજાવો અને પાનના આકારની પ્લેટમાં સર્વ કરો.
ગુલકંદ ગાર્નિશ : લાડુની ઉપર થોડું ગુલકંદ અને લાલ ચેરી મૂકીને સુંદર રીતે સજાવો. દિવાળીની મીઠાઈની થાળીમાં પણ આકર્ષક લાગશે.
રેસિપીની ખાસિયત : ઓછા સમયમાં બની જતી સ્વાદિષ્ટ અને આકર્ષક મીઠાઈ. પાન, ગુલકંદ અને નારિયેળનો અનોખો સ્વાદ.
વધારાની ખાંડ વગર બનાવી શકાય છે. જોકે મિલ્કમેડ અને ગુલકંદમાં પહેલેથી ખાંડ હોય છે એટલે આ મીઠાઈ સંપૂર્ણપણે શુગર-ફ્રી નથી.
નાગરવેલનાં પાનમાં કૅલ્શિયમ સહિત કેટલાંક પોષક તત્ત્વો હોય છે, પરંતુ એને હાડકાં મજબૂત કરવાની ખાસ મીઠાઈ તરીકે રજૂ કરવી યોગ્ય નથી.
- મમતા જોટાણિયા