ફરાળ ઍન્ડ મિલેટ ફેસ્ટિવલ : આજે શીખો આ વાનગીઓ

26 August, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે શીખો બદામ રાજગરાની ફરાળી ગોળ પાપડી, મલ્ટિ મિલેટ ઢોકળાં અને કુલ્ફી

પ્રતીકાત્મક તસવીર

મલ્ટિ મિલેટ ઢોકળાં

લીના સંઘોઈ

સામગ્રી : ૧ કપ મલ્ટિ મિલેટ (જુવાર + બાજરી+ નાચણી + જવ)નો લોટ, ૧/૨ કપ સામો, ૩/૪ કપ ખાટું દહીં, ૧ કપ પાણી, ૧ ટેબલસ્પૂન આદુંમરચાંની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન ઈનો ફ્રૂટસૉલ્ટ, મીઠું સ્વાદ મુજબ.
પીત્ઝા_ટૉપિંગ
સામગ્રી : બે ચમચી પીત્ઝા સૉસ + ફેલાવવા માટે,  સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી ઑલિવ તેલ, ૧/૪ કપ લીલાં કૅપ્સિકમ બારીક સમારેલાં, ૧/૪ કપ લાલ અને પીળાં મરચાં બારીક સમારેલાં, ૧/૪ કપ સ્વીટ કૉર્ન દાણા, બાફેલા, ૧ ચમચી ચિલી ફ્લેક્સ + છંટકાવ માટે, ૧ ચમચી સૂકો ઑરેગાનો + છંટકાવ માટે,  ફેલાવવા માટે છીણેલું મોઝરેલા ચીઝ
રીત : એક બાઉલમાં મલ્ટિ મિલેટનો લોટ, સામો, ખાટું દહીં, આદુંમરચાંની પેસ્ટ, હળદર અને ૧ કપ પાણી. મિક્સ કરી સરખી રીતે મિક્સ કરી ઢોકળાં બૅટર તૈયાર કરી ૨૦  મિનિટ માટે રેસ્ટ માટે મૂકો.
આ દરમિયાન શૉટસ્ મોલ્ડને ગ્રીસ કરો.
બૅટરમાં ઈનો ફ્રૂટસૉલ્ટ ઉમેરો અને હળવા હાથે હલાવો. પરપોટા દેખાશે અને બૅટર હલકું બનશે.
સર્વિંગ સ્પૂનનો ઉપયોગ કરીને દરેક ગ્રીસ કરેલા મોલ્ડમાં ઢોકળાં બૅટર ઉમેરો.
એને સ્ટીમરમાં ૧૫ મિનિટ સુધી સ્ટીમ થવા દો (ટૂથપીક અથવા છરીનો ઉપયોગ કરીને તપાસો). ૧૦ મિનિટ માટે ઠંડું થવા દો. દરેક ઢોકળા શૉટ્સ ગ્લાસને કાળજીપૂર્વક કાઢો. ખૂબ ડેલિકેટ હોવાથી કાળજી સાથે હૅન્ડલ કરો. ઢોકળાના શૉટ્સ ગ્લાસને પ્લેટમાં મૂકો.
પીત્ઝા_ટૉપિંગ
પીત્ઝા ટૉપિંગ તૈયાર કરવા
એક નૉનસ્ટિક પૅનમાં ઓલિવ તેલ ગરમ કરો.  કેપ્સીકમ અને મરી ઉમેરીને 1 મિનિટ સાંતળો. તેમાં મકાઈના દાણા, ચિલી ફ્લેક્સ, સૂકો ઑરેગાનો, મીઠું અને બે ચમચી પીત્ઝા સૉસ ઉમેરો, મિક્સ કરો અને બે મિનિટ પકાવો. એક બાઉલમાં ટ્રાન્સફર કરો.
#એસેમ્બલિંગ
દરેક ઢોકળા શૉટ્સ કૅવિટી પર થોડો પીત્ઝા સૉસ લગાવો. હવે દરેક ઢોકળા શૉટ્સ પર તૈયાર ટૉપિંગ અને થોડું ચીઝ મૂકો અને ઉપર થોડા સૂકા ઑરેગાનો અને ચિલી ફ્લેક્સ છાંટો.
તમારા મલ્ટિમિલેટ ઢોકળા પીત્ઝા શૉટ્સનો આનંદ લો.

બદામ રાજગરાની ફરાળી ગોળ પાપડી

કાજલ શાહ

સામગ્રી : બે વાટકા રાજગરાનો લોટ, એક વાટકો દેશી ઘી, એક વાટકો સમારેલો ગોળ, પા વાટકી બદામનો ભૂકો, બદામની કતરણ, અડધી વાટકી ગુંદર.
રીત ઃ સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી લઈને ગુંદર ફુલાવી સાઇડમાં કાઢી લો. પછી એ જ કઢાઈમાં રાજગરાનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકો. ગુલાબી શેકાઈ જાય પછી બદામનો ભૂકો નાખી બે મિનિટ શેકીને ગૅસ બંધ કરી દો. ત્યાર બાદ બીજી કઢાઈમાં સમારેલો ગોળ અને બે ચમચી જેટલું ઘી નાખીને ગોળ ઓગળી જાય એટલે ગૅસ બંધ કરી લો, પાક નથી કરવાનો. જે રાજગરાનો લોટ શેકેલો છે એમાં ઓગળેલો ગોળ નાખીને બરોબર મિક્સ કરો. પછી જે ગુંદર ફુલાવ્યો છે એ નાખી હલકા હાથથી મિક્સ કરો. 
ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો. ઉપર બદામની કતરણથી સજાવટ કરો. ઠંડું કરી થોડી વાર રહીને કાપા પાડો એટલે તૈયાર છે બદામ રાજગરાની સૉફટ ફરાળી ગોળ પાપડી. 
રાજગરા અને બદામમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે.

 

ફરાળી કુલ્ફી

વર્ષા બેન અને તેમની ડિશ

સામગ્રી : ૫૦૦ મિલલિટર દૂધ (ફુલ ફૅટવાળું), ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૧/૪ ટીસ્પૂન ઇલાયચીનો પાઉડર, ૧/૪ કપ મોળો માવો, ૧ ટેબલસ્પૂન પિસ્તાં ફ્લેક્સ.
રીત : દૂધ ઉકાળવા મૂકો. ૪૦ ટકા જેટલું ધીમા ગૅસ પર બાળી લો. પછી એમાં કન્ડેન્સ્ડ મિલ્ક, મોળો માવો અને ઇલાયચી પાઉડર નાખો. બરાબર હલાવો. પછી ગૅસ બંધ કરી લો અને ઠંડું કરી લો. પછી એને કુલ્ફીના મોલ્ડમાં ભરો અને ઉપર સ્ટિક લગાડો અને આ મોલ્ડને ફ્રીઝરમાં ૧૦-૧૨ કલાક સેટ થવા દો. પછી બહાર કાઢી અનમોલ્ડ કરી ઉપર પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી સર્વ કરો.

mumbai food indian food Gujarati food life and style