માનસી નિસરની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ પનીર ચિલી બૉલ્સ

19 August, 2020 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માનસી નિસરની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ પનીર ચિલી બૉલ્સ

પનીર ચિલી બૉલ્સ. રેસિપી માનસી નિસર

સામગ્રીઃ પનીર ચીલી બોલ્સ બનાવવા માટે સામગ્રીમાં 250 ગ્રામ પનીર, 2 ચમચી ચણાનો લોટ, 1 કપ ગરમ પાણી, એક ચમસી વિનેગર/આમચુર, બે ચમચી કસૂરી મેથી, અડધી ચમસી ઓરેગાનો અને રેડ પેપર અને મીઠું જોઈશે. આ બધાને મિક્સ કરીને નાના બૉલ બનાવો અને તળી નાખો.

સૉસ બનાવવા માટે બે કલાક સુધી ભિંજવેલા છ કાશ્મીરી મરચાં, પા કપ પાણી, એક ચમચી મકાઈનો લોટ, એક ચમચી સાકર, મીઠું સ્વાદાનુસાર અને તેલ જોઈશે. તેલ ગરમ કરીને તેમાં ઉપરોક્ત દરેક સામગ્રી મિક્સ કરતાં સૉસ બની જશે.

જુઓ વીડિયો

 

આ થઇ જાય પછી તમે પનીર બૉલ્સને સૉસમાં નાખીને સર્વ કરી શકશો. 

indian food