જાણો મેક્સિકન પીત્ઝા બનાવવાની રીત

04 February, 2020 03:28 PM IST  |  Mumbai | Dharmin Lathia

જાણો મેક્સિકન પીત્ઝા બનાવવાની રીત

મેક્સિકન પીત્ઝા

સામગ્રી

☞ ૩ કૉર્ન ટૉર્ટીલા

☞ તેલ ટૉર્ટીલા શેકવા અથવા તળવા માટે

☞ અડધો કપ રિફાઇન્ડ બીન્સ 

☞ ૬-૮ ટમૅટો સ્લાઇસ

☞ બે ટેબલ-સ્પૂન સાલસા ટમૅટો સૉસ

☞ ૧ ટેબલ-સ્પૂન બાફેલા સ્વીટ કૉર્ન દાણા 

☞ ૧ ટેબલ-સ્પૂન બારીક સમારેલાં શિમલા મરચાં 

☞ ૧ ટી-સ્પૂન વિનેગર મરચાં 

☞ પા કપ ખમણેલું પનીર

રીત

૧. કૉર્ન ટૉર્ટીલાને તવાની ઉપર તેલ લગાડીને દબાવીને કડક લાલ થવા સુધી શેકો અથવા તળો.

ર. એક ટૉર્ટીલા પર અડધા રિફાઇન્ડ બીન્સનું પૂરણ પાથરો. એના પર ૩-૪ ટમૅટો સ્લાઇસ અને થોડુંક ખમણેલું પનીર નાખી એને બીજા ટૉર્ટિલાથી ઢાંકી દો. આ પ્રમાણે પાછું કરી ત્રીજું ટૉર્ટીલા રાખીને એને ઢાંકી દો.

૩. છેલ્લે એના ઉપર સાલસા ટમૅટો સૉસ પાથરો. એના પર સ્વીટ કૉર્ન, શિમલા મરચાં, વિનેગર મરચાં નાખો. એની ઉપર ખમણેલા પનીરનું કવર કરો. અવનમાં ર૦૦ ડિગ્રી તાપમાન પર બે મિનિટ સુધી ગ્રીલ કરો.

૪. તૈયાર પીત્ઝા ચાર ભાગમાં કાપી એના પર ખાટું ક્રીમ, કૅપ્સિકમ સૉસ અને ગ્વાકામોલી ડિપ સાથે પીરસો.

indian food mumbai food