વધેલી સ્પન્જ કેકમાંથી ક્યારેક આ ઇટાલિયન ડીઝર્ટ પણ ટ્રાય કરો

25 September, 2020 12:27 PM IST  |  Mumbai | Mihir Shah

વધેલી સ્પન્જ કેકમાંથી ક્યારેક આ ઇટાલિયન ડીઝર્ટ પણ ટ્રાય કરો

તિરામીસુ આઇશકતાોી

જમ્યા પછી કુછ મીઠા હો જાએનું ક્રેવિંગ લગભગ દર દસમાંથી આઠ જણને થતું જ હશે. ડિનર પછી આઇસક્રીમની મજા જ કંઈક ઑર છે. છેલ્લા થોડાક સમયથી સૅન્ડવિચ આઇસક્રીમની લોકપ્રિયતા ખાસ્સી વધી છે. બે બિસ્કિટની વચ્ચે વૅનિલા આઇસક્રીમનો કડક પીસ મુકાતો હોવાથી ન તો પૉપ્સિકલ્સની જેમ સળીની જરૂર પડે ન સર્વિંગ માટે કપ્સની. ડીઝર્ટના નવા-નવા ટ્રેન્ડમાં થોડાક સમયથી ઇટાલિયન ડીઝર્ટ તિરામિસુનો પણ ડંકો વાગી રહ્યો છે.‍‍ આ એક પ્રકારની આઇસક્રીમ-કમ-કેક છે. કૉફી લવર્સને એ વધુ ભાવે છે કેમ કે એમાં જે સ્પન્જ કેક વપરાય છે એમાં કૉફી ઠાંસી-ઠાંસીને ભરી પડી હોય છે.
૧૯૬૦ના દાયકામાં આ ડિશનું ઇન્વેન્શન ઇટલીના વેનેટોમાં થયેલું હોવાનું મનાય છે. લે બેછેરી નામની કન્ફેક્શનરી શૉપના માલિક રૉબર્ટો લિન્ગોટોએ કૉફી લવર્સ માટે આ ખાસ ડિશ પહેલી વાર તૈયાર કરી હોવાના ઉલ્લેખ તિરામિસુના ઇતિહાસમાં જોવા મળે છે.
તિરામિસુ એક ઇટાલિયન ડીઝર્ટ છે જેમાં સ્પન્જ કેકના થરને કૉફીમાં ડિપ કરવામાં આવે છે અને પાવડર્ડ ચૉકલેટ અને ક્રીમ, કસ્ટર્ડ અને મસ્કપૉની ચીઝથી સજાવવામાં આવે છે. ઇટલીમાં આ કેક માટેની સ્પન્જ કેકને લિકરમાં ડિપ કરવાનો રિવાજ પણ છે પણ એના વિના પણ આ ડીઝર્ટ ટેસ્ટી અને ગળકુડાઓને આંગળાં ચાટીને ખાવાનું મન કરે એવું છે.
મુંબઈનાં જાણીતાં પેસ્ટ્રી શેફ શીબા દીવાન પાસેથી આજે જાણીએ તિરામિસુ આઇસક્રીમ કેકની રેસિપી. શીબાએ બહુ નાની ઉંમરથી જ કુકિંગ અને બેકિંગની કળા હસ્તગત કરી લીધી હતી. ડીઝર્ટ બનાવવા શીબાનું પૅશન છે. શેફ પિતાને કિચનમાં ગ્રિલ, વિપ, સ્ટર કરતાં જોઈને શીબાએ પણ આ જ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે.

તિરામિસુ આઇસક્રીમ કેક (વધેલી સ્પન્જ કેકમાંથી)


બનાવવાની સામગ્રી
દોઢ કપ સ્પન્જ કેક (બચેલી કપ કેકને સ્ક્રમ્બલ કરી લેવી)
૨૫૦ મિલીલીટર ક્રીમ
૧૨૦ મિલીલીટર કન્ડેન્સ્ડ મિલ્ક
૧૧૩ ગ્રામ મસ્કપૉની (ખાસ પ્રકારનું ચીઝ ક્રીમ)
૬૦ મિલીલીટર એસ્પ્રેસો કૉફી
એક ટેબલસ્પૂન વૅનિલા એસેન્સ
બે ટેબલસ્પૂન કોકો પાઉડર
અડધો કપ ક્રશ્ડ ચૉકલેટ (ઑપ્શનલ)
આઇસક્રીમ
વિપ ક્રીમને ખૂબ સૉફ્ટ ક્રીમી થાય ત્યાં સુધી વિપ કરો.
એમાં મસ્કપૉની ક્રીમ ઉમેરી ફરી થોડું વિપ કરો.
હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને મિક્સ કરો.
આ મિક્સ્ચરને બે અલગ-અલગ બાઉલમાં નાખો અને સેટ કરવા મૂકો.
ગરમ-ગરમ એસ્પ્રેસો કૉફીમાં કોકો પાઉડર ઉમેરો અને ઠંડું થવા મૂકો.
બાઉલ ૧માં સ્પન્જ કેકને સ્ક્રમ્બલ કરો.
સ્ક્રમ્બલ કરેલી કેક પર ઠંડી એસ્પ્રેસો કૉફીનો છંટકાવ કરતા રહો. સારી રીતે કવર થઈ જાય એ રીતે છાંટો. પછી આને બીજા સેટ કરેલા બાઉલ પર નાખો.
આ રીતે તૈયાર થશે ડ્રિઝલ્ડ સ્પન્જ કેકવાળું વાઇટ મિક્સ્ચર.
સ્પન્જ કેકના બીજા બાઉલમાં બાકી બચેલું એસ્પ્રેસો મિક્સ્ચર અને મસ્કપૉની મિક્સ્ચર સાથે નાખો.
ક્રશ્ડ ચૉકલેટ અને કોકો ઉમેરો. આ એક કૉફી કોકો ફ્લેવર મિક્સ્ચર તૈયાર થશે.
બધાને એસેમ્બલ કરવાની રીત
ફર્સ્ટ સ્ટેપ તરીકે આઇસક્રીમ કન્ટેનરમાં અડધું સફેદ મિક્સ્ચર નાખો.
ત્યાર બાદ કોકો મિક્સ્ચર નાખો.
ફરી બાકીના બે ભાગ ઉમેરો. બન્ને મિશ્રણ ખતમ ન થાય ત્યાં સુધી એક પછી એક મિશ્રણ ઉમેરતા જાઓ.
છરીની મદદથી માર્બલ ઇફેક્ટ આપો જેનાથી સુંદર વર્તુળ તૈયાર થાય.
સિલ્વર ફૉઇલ અથવા કલિંગ રૅપથી એને કવર કરી એક રાત એને ફ્રિજમાં મૂકો.
સર્વ કરતાં પહેલાં થોડું કોકો અને કૉફી સ્પ્રિન્કલ કરો.
આટલું ચૂકતા નહીં

પહેલાં ખાતરી કરો કે મોકા ક્રીમ વિપ કર્યા પહેલાં એકદમ ચિલ્ડ હોય અને જ્યારે વિપ કરો ત્યારે જુઓ કે સૉફ્ટ થયું છે અને મીડિયમ પિક સુધી છે.મસ્કપૉની એટલે કે ચીઝ ક્રીમને વિપ ન કરશો. એ થોડું રફ ચિઝી બટર જેવું લાગે એ જરૂરી છે. ઉત્તમ ટેસ્ટ માટે એકદમ ઠંડું સર્વ કરવું.

બહારથી સ્પન્જ કેક ન લાવવી હોય તો આ રીતે ઘરે જ બનાવો સ્પન્જ કેક
સ્પન્જ કેક બનાવવાની સામગ્રી
એક કપ દહીં
એક કપ સાકર
પોણો કપ તેલ
એક ટી-સપૂન વૅનિલા એસેન્સ
પોણાબે કપ મેંદો
એકટી-સપૂન બેકિંગ સોડા
એક ટી-સ્પૂન બેકિંગ પાઉડર 
રીત
સ્પન્જ કેક
લોટને એક બાઉલમાં નાખી એમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઉમેરો.
બીજા બાઉલમાં સાકર, તેલ અને વૅનિલા એસેન્સ ઉમેરો.
હવે સૂકી સામગ્રીને ભીની સામગ્રીમાં ઉમેરો. એને સારી રીતે મિક્સ કરો.
પછી બેકિંગ ટ્રેને ગ્રીસ કરો અને આ સામગ્રી એમાં ઉમેરો.
અવનને પ્રી-હીટ કરો. 180 ડિગ્રી...પર 45 મિનિટ સુધી આ મિશ્રણને બેક કરવા મૂકો.

આ વાંચ્યા પછી હવે તમે બટાટાની છાલ ફેંકી દેતાં વિચાર કરશો
આલૂ-પ્યાઝ કચોરી અને આલૂ-સમોસા બહુ ખાઈ લીધાં, હવે કંઈક હટકે બનાવો પરંપરાગત બંગાળી ડિશ જે બટાટાની છાલમાંથી બને છે એ છે આલુ ખોસા બાટા

બટાટાની છાલ દરેક ગુજરાતીના ઘરમાં રોજ નીકળતી જ હશે. જોકે એ સામાન્ય રીતે કચરામાં જ જતી હશે. કહેવાય છે કે એમાં ખૂબ પોષક તત્ત્વો હોય છે. જોકે ફાઇવસ્ટાર હોટેલોમાં અને ખાસ તો બંગાળી વાનગીઓ પીરસતી રેસ્ટોરાંમાં બટાટાની છાલની મસ્ત, ચટપટી અને ટેસ્ટી વાનગીઓ બને છે. છેલ્લાં ૧૪ વર્ષથી લક્ઝરી હોટેલ્સ અને રિસૉર્ટ્સમાં તેમની આંગળીઓનો જાદુ બતાવી ચૂકેલા શેફ દીપક અધિકારી જૂના જમાનાની યાદ તાજી થાય એવી તેમનાં દાદીએ શીખવેલી આલૂની છાલની રેસિપી શૅર કરે છે.
શેફ દીપક કહે છે, ‘આ જાદુઈ રેસિપી બટાટાની છાલથી બનાવવામાં આવે છે તો બટાટાની છાલ કચરાના ડબ્બામાં ફેંકતાં પહેલાં એક વાર જરૂર વિચારજો. હું એક બંગાળી છું અને હું શાકભાજી કે એની છાલના બગાડમાં માનતો નથી અને બને એટલો એનો સદુપયોગ કરું છું. શાકભાજીની છાલનો ઉપયોગ હું વિવિધ પ્રકારની ચટણીઓ બનાવવામાં કરું છું. એના વિના બંગાળી ક્વિઝીનની લગભગ દરેક વાનગી લગભગ અધૂરી છે. બટાટાની છાલ પૌષ્ટિક તત્ત્વો થઈ ભરપૂર છે અને આપણને દરેક પૌષ્ટિક તત્ત્વ મળી રહે માટે મારી દાદીજી પાસેથી આ સ્વાદિષ્ટ રેસિપી હું શીખેલો. આ ટ્રેડિશનલ ડિશ ગરમાગરમ સ્ટીમ્ડ રાઇસ અથવા તો પૂરી સાથે ખાઈ શકાય છે.’

આલૂ ખોસા બાટા

સામગ્રી
એક કપ બાફેલા બટાટાની છાલ પાણી નિતારેલી 
ત્રણ લસણની કળી
અડધો કપ કોથમીર 
બે લીલાં મરચાં
એક સ્પૂન રાઈનું તેલ
એક કાંદો સમારેલો
અડધી સ્પૂન કલોંજી
મીઠું સ્વાદાનુસાર 
એક સૂકું લાલ મરચું બે ટુકડા કરેલું
અડધી ચમચી હળદર પાઉડર
બનાવવાની રીત
બટાટાની છાલ ધોઈને પૂરતા પાણીમાં સૉફ્ટ થાય ત્યાં સુધી બાફવી અથવા કુકરમાં બેથી ત્રણ સીટી વગાડીને બાફવી.
હવે એમાં લસણ, લીલાં મરચાં નાખી સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી પીસવું.
એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કલોંજી અને સૂકું મરચું બે ટુકડા કરીને નાખવું. પછી એમાં સમારેલો કાંદો નાખી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી પકવવું.
તેમાં પીસીને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી. એમાં મીઠું, હળદર પાઉડર નાખી પાણી બળી જાય ત્યાં સુધી પકવવું. આ સ્પેશ્યલ આલૂ ખોસા બાટા ભાત/પૂરી/અથવા બ્રેડ સાથે ખાઈ શકાય.
ગુજરાતીકરણ પણ કરી શકાય
આ આલૂ ખોસા બાટાને બીજી કોઈ પણ ગુજરાતી ડિશ સાથે ફ્યુઝન કરીને પણ બનાવી શકાય છે. જેમ કે ખાંડવી, ઢોકળાં, ભરેલા મરચાંનાં ભજિયાં. ખાંડવીમાં એક લેયરમાં આલૂ ખોસા બાટાનો થર કરીને રોલ બનાવી પછી એને સ્ટફ્ડ ખાંડવી બનાવી શકાય તેમ જ ઢોકળાની સાથે આમલીની ચટણીની જગ્યા પર આ સ્ટફિંગને ચટણીના રૂપમાં ખાઈ શકાય અને મરચામાં આજ સ્ટફિંગને ભરીને પકોડા બનાવીને ખાઈ શકાય.

indian food life and style