રીડર્સ રેસિપી કૉર્ન કૅરેમલ સ્વીટ

04 December, 2019 12:30 PM IST  |  Mumbai

રીડર્સ રેસિપી કૉર્ન કૅરેમલ સ્વીટ

કૉર્ન કૅરેમલ સ્વીટ

સામગ્રી
☞ એક ‌લિટર દૂધ
☞ એક કપ બાફેલી સફેદ મકાઈનો કરકરો પીસેલો માવો
☞ ૨૦૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
☞ એક ચમચી ગૂંદર
☞ એક ચમચી ઘી
☞ એક કપ સાકર
☞ પા ચમચી જાયફળનો ભૂકો
☞ ચારથી પાંચ નંગ ઇલાયચીનો પાઉડર
બનાવવાની રીત
પ્રથમ દૂધને ઉકળવા મૂકવું. બીજી બાજુ એક તવામાં ઘી ગરમ કરવું. એમાં ગૂંદરને તળવો. ગૂંદર ફૂલી જાય એ પછી એમાં મકાઈનો માવો શેકવો. પછી ઊકળતા દૂધમાં ગૂંદર અને મકાઈનો માવો નાખવો એટલે પછી દૂધ ફાટી જશે. એમાં ફ્રેશ ક્રીમ નાખીને હલાવવું. બીજા તવામાં સાકર લેવી. એને સીધી જ ગરમ કરવી. બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવી. પછી એને ઊકળતા દૂધમાં નાખવી. જ્યાં સુધી મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવવું. પછી એમાં જાયફળ અને ઇલાયચીનો પાઉડર નાખવો. એને સતત હલાવતા રહેવું. ગોળા વળે એવું મિશ્રણ થાય એટલે ગૅસ બંધ કરવો. પછી થોડું ઠંડું થવા દેવું. સહેજ ગરમ હોય એટલે એને કોઈ પણ મનગમતો આકાર આપવો અથવા તો થાળીમાં ઠારીને ચોસલા પણ પાડી શકાય. ઉપર બદામ પિસ્તાંની કતરણ ભભરાવી શકાય.

Gujarati food indian food