જાણો ચણાના લોટનાં ઢોકળાં બનાવવાની રીત

05 November, 2019 05:19 PM IST  |  Mumbai | Dharmin Lathia

જાણો ચણાના લોટનાં ઢોકળાં બનાવવાની રીત

ચણાના લોટનાં ઢોકળાં

સામગ્રી

☞ ૧-૧/ર કપ ચણાનો લોટ ☞ ચપટી હિંગ ☞ ૧/ર ટીસ્પૂન ☞ ખાવાનો સોડા

☞ ૧ ટેબલસ્પૂન આમચૂર પાઉડર

☞ ૧ ટીસ્પૂન સાકર ☞ બે સૂકાં લીલાં મરચાંનો પાઉડર ☞ બે ટેબલસ્પૂન તલ (નવશેકું) ☞ ૩/૪ કપ પાણી

☞ પ્રમાણસર મીઠું ☞ બે ટીસ્પૂન તેલ (થાળીને લગાડવા) ☞ ઘી (ઢોકળા પર નાખવા) ☞ સૂકી કોથમીર

રીત

૧. ખાવાનો સોડા, આમચૂર, સાકર અને તેલ સિવાય બધું ભેગું કરી ઘટ્ટ ખીરું કરવું.

ર. ઢોકળાની થાળીઓને તેલ લગાડવું.

૩. ઢોકળાના ડબ્બામાં પાણી ઉકાળવું.

૪. ખીરાને બાફતાં પહેલાં સોડા, આમચૂર, સાકર અને તેલ નાખવાં. ફીણ ચડાવી દરેક થાળીમાં એકસરખું નાખવું.

પ. થાળીઓ ઢોકળાના ડબ્બામાં મૂકવી. દસ મિનિટ સુધી ઢોકળાં બાફવાં. થાળી બહાર કાઢી થોડું પાણી છાંટવું. ઠંડાં થવા દેવાં. એના પર ઘી લગાડવું.

૬. ઢોકળાંના ચોરસ કટકા કરવા. ખમણ ઢોકળાં પ્રમાણે પ્રમાણસર મસાલો નાખી વઘારવાં. ચટણી સાથે પીરસવાં.

indian food Gujarati food mumbai food