જાણો ઘઉંની ચકરી બનાવવાની રીત

25 February, 2020 03:51 PM IST  |  Mumbai | Dharmin Lathia

જાણો ઘઉંની ચકરી બનાવવાની રીત

ઘઉંની ચકરી

સામગ્રી

☞ ૩ કપ ઘઉંનો લોટ

☞ ૧ ટી-સ્પૂન હળદર

☞ ૩ ટી-સ્પૂન તલ (સફેદ)

☞ ૧ ટી-સ્પૂન લાલ મરચું

☞ ૧ ટી-સ્પૂન લીંબુનો રસ (મરિજિયાત)

☞ ખાટું દહીં (જરૂરિયાત પ્રમાણે લોટ બાંધવા)

☞ પ્રમાણસર મીઠું

રીત

૧. ઘઉંના લોટને કપડામાં બાંધવો.

ર. ર-૩ સીટી સુધી પ્રેશર કુકરમાં બાફવો.

૩. બાંધેલા લોટના ગઠ્ઠા ભાંગી દેવા.

૪. ઘઉંના લોટને ચાળણીથી ચાળવો.

પ. હળદર, તલ વગેરે લોટમાં ભેળવી પૂરી જેવો લોટ બાંધવો.

૬. ચોખાની ચકરીની જેમ દરેક વખતે મસળી સંચામાં નાખી ચકરી પાડવી.

૭. ગરમ તેલમાં સરસ તળી લેવી.

Gujarati food indian food mumbai food