રીડર્સ રેસિપી - રાંધેલો ગુંદર

06 November, 2019 01:11 PM IST  |  Mumbai | Hansa Shah

રીડર્સ રેસિપી - રાંધેલો ગુંદર

ગુંદર

☞ ૧૦૦ ગ્રામ ગુંદર

☞ ૨૫૦ ગ્રામ ઘી

☞ ૨૫૦ ગ્રામ સાકર

☞ પોણો લીટર દૂધ

☞ દોઢ ચમચી સૂંઠ

☞ બે ચમચી ખસખસ

☞ ૧૦ નંગ બદામ

☞ ૧૦ નંગ કાજુ

☞ ૧૦ નંગ કિસમિસ

☞ એક ચમચી એલચી પાઉડર

બનાવવાની રીતઃ

સૌપ્રથમ એક જાડા તપેલામાં ગુંદરને કાચો જ શેકી લેવો. બરાબર શેકાશે એટલે ફૂલીને હલકો થઈ જશે. પછી ઘી મૂકીને ગુંદરને શેકવો.

ઘીમાં ગુંદર તળાઈને વધુ ફૂલશે એટલે એમાં દૂધ નાખીને સતત હલાવતા રહેવું. તાપ ધીમો રાખવો.

આ મિશ્રણ એકરસ થઈ જાય એ પછી એમાં સાકર અને એલચી પાઉડર નાખવો.

ઘીમાં સાંતળીને તૈયાર કરેલાં કાજુ, બદામ, કિસમિસ નાખવા અને ખસખસથી ગાર્નિશ કરવું.

indian food mumbai food Gujarati food