જાણો કોળાનું પરાઠું બનાવવાની રીત

23 January, 2020 03:51 PM IST  |  Mumbai | Hansa Karia

જાણો કોળાનું પરાઠું બનાવવાની રીત

કોળાનું પરાઠું

સામગ્રી

☞ ૧ કપ ખમણેલું કોળું

☞ પોણો કપ ઘઉંનો લોટ

☞ પા કપ બાજરાનો લોટ

☞ પોણો કપ મકાઈનો લોટ

☞ પા કપ જુવારનો લોટ

☞ બે ટેબલસ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ

☞ અડધી ચમચી હળદર

☞‍મીઠું સ્વાદ અનુસાર

☞ બે ચમચી તેલ

☞ પરોઠાં શેકવા માટે ઘી

☞ પરોઠું વણવા પ્લાસ્ટિકની શીટ.

રીત

છીણેલું કોળું, બધા જ લોટ, આદું-મરચાં-લસણની પેસ્ટ, હળદર, મીઠું બધું મિક્સ કરી લોટ બાંધવો. જરૂર પડે તો જ પાણી ઉમેરવું. લોટ બંધાઈ જાય એ પછીથી તેલ ઉમેરી લોટને કૂણવવો. પછી પ્લાસ્ટિકની શીટ રાખી પરોઠા વણવાં, ઘી લગાડી બન્ને તરફથી શેકી લીલી ચટણી જોડે ગરમાગરમ સર્વ કરવાં.

indian food Gujarati food mumbai food