જાણો મેક્સિકન ટાર્ટ બનાવવાની રીત

18 February, 2020 02:42 PM IST  |  Mumbai | Dharmin Lathia

જાણો મેક્સિકન ટાર્ટ બનાવવાની રીત

મેક્સિકન ટાર્ટ

સામગ્રી

☞ ૧ કપ મેંદો 

☞ ૧-૧/ર કપ મકાઈનો લોટ 

☞ બે ટેબલ-સ્પૂન તેલ મોણ માટે

☞ મીઠું

☞ ૧/૪ ટી-સ્પૂન તેલ તળવા માટે

પૂરણ માટે

☞ ૧ ટેબલ-સ્પૂન ઘી 

☞ પા કપ મધ્યમ ટુકડામાં સમારેલાં મરચાં

☞ અડધો કપ મધ્યમ ટુકડા ટમેટાના

☞ બાફેલા સ્વીટ કૉર્ન

રીત

૧. ટાર્ટની બધી સમગ્રી ભેગી કરીને નવાયા પાણીમાં મધ્યમ કઠણ લોટ બાંધો. એમાંથી પાતળી ગોળ પૂરીઓ બનાવીને કાંટાથી ઘોબા કરો (જેથી પૂરી ફૂલે નહીં)

ર. આ પૂરીઓ ચાની સ્ટીલની બે ચાળણીઓની વચમાં મૂકવી. બન્ને ચાળણીઓને એકસાથે ગરમ તેલમાં મૂકીને તેમની વચ્ચેની પૂરી લાલ અને કડક કરો એટલે એ વાડકી જેવા આકારની થશે.

૩. પૂરણ માટે ઘી ગરમ કરીને એમાં શિમલા મરચાં નાખીને સાંતળો. નરમ થાય એટલે બીજી બધી સામગ્રી નાખીને થોડી વાર સીજવીને લઈ લો.

૪. પીરસતી વખતે ટાર્ટની વાટકીમાં કોબીનાં પત્તાં પાથરીને એના ઉપર ગરમ પૂરણ મૂકો. એની ઉપર પનીર સૉસ નાખો. એની ઉપર ગરમ પૂરણ મૂકો. તરત સર્વ કરો.

Gujarati food indian food mumbai food