જાણી લો જૈન મેક્સિકન બાસ્કેટ બનાવવાની રીત

03 December, 2019 03:25 PM IST  |  Mumbai | Dharmin Lathia

જાણી લો જૈન મેક્સિકન બાસ્કેટ બનાવવાની રીત

જૈન મેક્સિકન બાસ્કેટ

સામગ્રી

☞ ૧ કપ મેંદો

☞ ૧-૧/ર કપ મકાઈનો લોટ

☞ બે ટેબલસ્પૂન મોણ માટે તેલ

☞ મીઠું

☞ ૧/૪ ટીસ્પૂન તેલ તળવા માટે

પૂરણ માટે

☞ ૧ ટેબલસ્પૂન ઘી

☞ પા કપ મધ્યમ ટુકડામાં સમારેલાંમરચાં

☞ ૧/ર કપ ટમેટાના મધ્યમ ટુકડા

☞ બાફેલા સ્વીટ કાર્ન

રીત

૧. ટાર્ટની બધી સામગ્રી ભેગી કરીને નવાયા પાણીમાં મધ્યમ કઠણ લોટ બાંધો. એમાંથી પાતળી ગોળ પૂરીઓ બનાવીને કાંટાથી ઘોબા કરો (જેથી પૂરી ફૂલે નહીં).

ર. આ પૂરીઓ ચાની સ્ટીલની બે ચાળણીઓની વચમાં મૂકવી. બન્ને ચાળણીઓને એકી સાથે ગરમ તેલમાં મૂકીને તેમની વચ્ચેની પૂરી લાલ અને કડક કરો એટલે એ વાડકી જેવા આકારની થશે.

૩. પૂરણ માટે ઘી ગરમ કરીને એમાં શિમલા મરચાં નાખીને સાંતળો. નરમ થાય એટલે બીજી બધી સામગ્રી નાખીને થોડી વાર સીજવીને લઈ લો.

૪. પીરસતી વખતે ટાર્ટની વાડકીમાં કોબીનાં પત્તાં પાથરીને એની ઉપર ગરમ પૂરણ મૂકો. એની ઉપર પનીર સૉસ નાખો. એની ઉપર ગરમ પૂરણ મૂકો. તરત સર્વ કરો.

indian food mumbai food