ઠંડા ઠંડા વડાપાઉં તમને ભાવે ખરા?

16 September, 2020 09:36 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ઠંડા ઠંડા વડાપાઉં તમને ભાવે ખરા?

આઈસક્રીમ પાવ

ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ પ્રકારના વડાપાઉં મળે છે, ઘણી પ્રકારની ચટણીઓ હોય છે, વડા પાઉંમાં ચીઝ, બટર, ગરમ મસાલા વગેરે નાખીને જાતજાતના પ્રકાર બનાવવામાં આવે છે. પરંતુ એક વાત સામાન્ય હોય છે કે તે ગરમ હોય છે. કોઈને પણ ઠંડા વડાપાઉં ખાવા કહો તો તે નહીં ખાય.

વડાપાઉંની દુકાન/રેકડીમાં જઈએ એટલે પહેલો પ્રશ્ન એ જ હોય કે ‘ગરમ છે કે નહીં?’ પણ ગુજરાતમાં એક સ્થળ એવું છે જ્યાં તમને ઠંડા ઠંડા વડાપાઉં મળશે. આ ભાઈ ‘આઈસ્ક્રિમ પાવ’ વેચે છે. આ વ્યક્તિ જે રીતે આઈસક્રીમ પાવ બનાવે છે તે રેસિપીનો વીડિયો ઈન્ટરનેટમાં પણ વાયરલ થયો છે.

એક ટ્વીટર યુઝરે આ વીડિયો અપલોડ કર્યો જેને 35 હજારથી વ્યૂ અને ચારસોથી પણ વધુ લાઈક્સ મળી છે. જોકે કમેન્ટ્સ જોઈએ તો લોકોને આ રેસિપી ન ગમી હોવાનું સમજાય છે.

એક યુઝરે લખ્યું કે, અંત નજીક છે. જ્યારે અન્ય એક યુઝરે ગોલા પાવ કહીને વીડિયોની મજાક ઉડાવી હતી. 

gujarat Gujarati food mumbai food viral videos