આજની વાનગી - શેઝવાન સૉસ

03 January, 2019 10:18 AM IST  |  | ધર્મિન લાઠિયા

આજની વાનગી - શેઝવાન સૉસ

શૅઝવાન સૉસ

 સામગ્રી

+            ૮ લાલ આખાં મરચાં

+            ૪ કળી લસણ

+            ૪ ટેબલ-સ્પૂન તેલ

+            અડધો ટી-સ્પૂન આદું

+            ૧ નંગ કૅપ્સિકમ

+            ૮ ફણસી

+            બે કાંદા

+            બે ડાળખી સેલરી

+            ૨૫૦ ગ્રામ ટમેટાં

+            ૩ ટેબલ-સ્પૂન વિનેગર

+            ચપટી કૉર્નફલોર

+            બે ટેબલ-સ્પૂન ખાંડ

+            ચપટી લાલ રંગ

+              મીઠું સ્વાદ અનુસાર

+                         

રીત

  1.  અડધો કપ પાણીમાં લાલ મરચાં અને લસણ ઉકાળવાં. ઠંડું થાય પછી એને વાટવાં.
  2. પૅનમાં તેલ મૂકી આદું, કૅપ્સિકમ, ફણસી, કાંદા, સેલરી ઝીણાં સમારેલાં સાંતળવાં.
  3. ઝીણાં સમારેલાં ટમેટાં, મરચાં નાખી હલાવવું. મીઠું, વિનેગર અને કૉર્નફલોર પાણીમાં ઓગાળીને નાખવું.
  4. ઊકળે એટલે લાલ રંગ નાખી ઉતારી લેવું. ટમૅટો કેચપ જેવું જાડું રાખવું.
indian food